ચીન હવે અમેરિકાની સિમીત ફલાઈટ્સને પરવાનગી આપશે

June 03, 2020

ન્યૂયોર્ક  : બીજિંગ. ચીન અને અમેરિકાની વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ બુધવારે 16 જૂનથી ચીનની તમામ ફલાઈટ્સની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેના જવાબમાં ચીને ગુરુવારે કહ્યું કે તે અમેરિકાની એરલાઈન્સને તેના દેશમાં સીમિત ઉડાનની પરવાનગી આપશે.

ચીનમાં કોરોનાવાઈરસના કારણે આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે હવે વિદેશી એરલાઈન્સને સીમિત ઉડાનની પરવાનગી આપવમાં આવશે. તેની સાથે જ અમેરિકાની એરલાઈન્સ પર લાગાવવામાં આવેલા પ્રતિબંધોને પણ હટાવવામાં આવશે.

અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે કહ્યું- જાન્યુઆરી 2020માં બંને દેશોની વચ્ચે ફલાઈટ્સ ઓછી થઈ ગઈ હતી. પછીથી અમેરિકન એરલાઈન્સ, ડેલ્ટા એર લાઈન્સ, યુનાઈટેડ એરલાઈન્સ અમેરિકા અને ચીનની વચ્ચે ફલાઈટ્સ ઓપરેટ કરી રહી હતી. ચીનની એરલાઈન્સે પણ તેની કેટલીક ફલાઈટ્સનું ઓપરેશન બંધ કર્યું છે.

ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે કહ્યું- યુનાઈટેડ એરલાઈન્સ અને ડેલ્ટા એરલાઈન્સ 1 જૂનથી ચીન માટે ફલાઈટ્સ શરૂ કરવા માંગતી હતી. જોકે તેમના અનુરોધ છતા ચીન સરકાર ફલાઈટ્સને મંજૂરી આપવામાં નિષ્ફળ રહી. કોરોનાવાઈરસના કારણે ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ચીન ફ્લાઈટ્સ મામલે બંને દેશોની વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ છે, તેના પગલે ચીનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.