વિઝીટર સ્ટેટસ ધરાવનારાઓને કેનેડામાં વર્કપરમિટની અરજી માટે વધુ સમય અપાશે

April 06, 2021

  • પરમીટ હોય છતાં કેનેડામાં જોબની ઓફર હોય તેવા નાગરિકોને લાભ થશે

ઓન્ટેરિયો : કેનેડાએ કોરોના વાઈરસને લગતા પગલાઓને કારણે કેટલીક સુવિધાની મુદત લંબાવી છે. જેથી વર્ક પરમીટ વિના કેનેડામાં રહેનારા જોબ ઓફર ધરાવનારા ટેમ્પરરી રેસીડન્ટસને નવી વર્કપરમીટ માટે અરજી કરવા વધુ સમય મળી શકેઈમિગ્રેશન, રેફયુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી) પહેલા કરેલી જાહેરાત મુજબ તો વીઝિટરના સ્ટેટસ માટેની મુદત ર૪મી ઓગસ્ટ, ર૦ર૦થી ૩૧મી માર્ચ, ર૦ર૧ સુધીની રાખવામાં આવી હતી. હવે મુદતને ૩૧મી ઓગસ્ટ, ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે. એને માટે લાયકાતના ધોરણોમાં માન્ય જોબ ઓફર અને એમ્પ્લોયર સ્પેસીફીક વર્કપરમિટ જરૂરી રહેશે પહેલા આગંતુકે કેનેડા આવતા પહેલા વર્કપરમીટ સાથે અરજી કરવાની રહેતી હતી અને જો તેઓ કેનેડામાં રહેતા હોય કે, વીઝિટર સ્ટેટસ ધરાવતા હોય તો તેમને વર્ક પરમીટ મળ્યેથી માન્યતા મળી જતી હતી. પરંતુ પહેલાં તેમણે કેનેડા છોડવું જરૂરી હતું. કામચલાઉ પોલીસીમાં એવા અરજદારને માન્ય ગણાશે, જેની પાસે છેલ્લા ૧ર માસની માન્ય વર્કપરમીટ હોય અને નવી જગ્યાએ કામ કરવા પહેલા બધી ચકાસણી કરાવવાની રહેશે. અરજી આઈઆરસીસીના વેબફોર્મમાં કરવાની રહેશે. અંગે વધુ જાણકારી સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પોલીસી ગયા ઉનાળામાં અમલી બની ત્યારે ૧૦૦૦થી વધુ લોકોએ વિઝીટર સ્ટેટસ સાથે વર્કપરમિટ માટે અરજી કરી હતી.

પહેલી એપ્રિલથી અમલી યોજના માટે નીચે મુજબની જરૂરિયાતો રહેશે

  • અરજદાર પાસે અરજી કરે સમયે વિઝીટરનું માન્ય સ્ટેટસ હોવું જોઈએ.
  • સ્ટેટસ સાથે કેનેડામાં રહેતા હોવા જોઈએ.
  • માન્ય જોબ ઓફર હોવી જોઈએ.
  • તેમણે ઈન કેનેડા એપ્લીકેશન ફોર એમ્પ્લોયર સ્પેસીફિક વર્ક પરમીટ મેળવેલી હોવી જોઈએ. જે લેબર માર્કેટ ઈમ્પેકટ એસેસમેન્ટ અથવા એલએમઆઈએ એકઝમપ્ટ ઓફર ૩૧મી ઓગસ્ટ, ર૦ર૧ પહેલાની હોવી જોઈએ
  • મેડીકલ ચેકઅપ અને ક્રિમીનલ ચેકઅપ જેવા અન્ય ધારાધોરણોનું પાલન કરી પ્રવેશપાત્રતા મેળવવાની રહેશે.