વડા પ્રધાન મોદી જે માર્ગેથી પસાર થશે તે ભવ્ય રોશનીથી શણગારાશે

September 23, 2022

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.29 અને 30મી સપ્ટેમ્બર એમ બે દિવસ અમદાવાદના પ્રવાસે આવનાર છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત સાથે તેઓ શહેરના જે જે વિસ્તારમાં (માર્ગ) મોટરમાર્ગે પસાર થનાર છે તે વિસ્તારના માર્ગો ભપકાદાર રોશનીથી ઝળહળતા કરવાનો મ્યુનિ. કોર્પોરેશને નિર્ણય કર્યો છે.

વડા પ્રધાન મોદી તા. 29મીએ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવા સાંજે પાંચ વાગે જનાર છે ત્યારે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા ગાંધીનગર રાજભવનથી વાયા ઇંદિરાબ્રિજ થઈ મોટેરા સુધીના સમગ્ર વિસ્તારમાં રોશની કરવામાં આવશે.

તા.30મીએ વડાપ્રધાન મોદી મેટ્રોરેલ સ્ટેશનનું જ્યાં ઉદ્ઘાટન કરનાર છે તે થલતેજ ટી.વી. ટાવર જતા ડ્રાઇવઇન રોડ પર પણ ભવ્ય રોશની કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે એમ જણાવ્યું કે, આજે મળેલી મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રોશની અંગેની તાકીદની બેઠક મંજૂર કરવામાં આવી હતી.