હર્ડઇમ્યુનિટીને લઇ WHO એ દુનિયાને આપી દીધી ગર્ભિત ચેતવણી

January 12, 2021

નવીદિલ્હીઃ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી છે કે ભલે દુનિયાભરના દેશમાં પોતાને ત્યાં કોરોનાની રસી લગાવાનું શરૂ કરી દીધું પરંતુ 2021ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવવાનું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને વસતીની વચ્ચેનો રેશિયો એટલો બધો અસંતુલિત છે કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી આવવામાં ઘણો સમય લાગશે. WHOના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામીનાથન એ કહ્યું કે દુનિયાના કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું મુશ્કેલ છે. કેટલાંક દેશોમાં લોકો સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોને માની રહ્યા જ નથી. આથી વેક્સીનેશન પ્રોગ્રામ બાદ પણ આ વર્ષના અંત સુધીમાં હર્ડ ઇમ્યુનિટી આવવી ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.
ડૉ.સૌમ્યા એ કહ્યું કે તાજેતરના સપ્તાહમાં બ્રિટન, યુએસ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયલ, નેધરલેન્ડસ જેવા કેટલાંય દેશોમાં કોરોના વેક્સીનેશનલ પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. અલગ-અલગ વેક્સીનથી લોકોને કોરોનાથી બચાવામાં મદદ તો મળશે. સાથો સાથ જે ખૂબ જ સંવેદનશીલ છે આ બીમારીને લઇ તેમણે આરામ મળશે, તેમ છતાંય 2021ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવશે નહીં. ડૉ.સૌમ્યા એ કહ્યું કે દુનિયાના કેટલાંય હિસ્સામાં ભલે હર્ડ ઇમ્યુનિટીની જાહેરાત કરી દેવામાં આવી હોય પરંતુ 2021માં દુનિયાના તમામ લોકો આ બીમારીથી સુરક્ષિત થશે નહીં. હર્ડ ઇમ્યુનિટી માટે આખી દુનિયાના 70 ટકા લોકોને વેક્સીનેશન કરવા પડશે. ત્યારે કયાંક જઇને દુનિયાની આખી વસતી કોરોનાથી સુરક્ષિત થશે.
WHOના ડાયરેકટર સલાહકાર ડૉ.બ્રૂસ એલવૉર્ડ એ કહ્યું કે સંયુકત રાષ્ટ્ર એ વાતની આશા કરી રહ્યું છે કે આ મહિનાના અંતમાં કે ફેબ્રુઆરીથી દુનિયાના કેટલાંક ગરીબ દેશોમાં વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ થઇ જશે. તેના માટે આખી દુનિયાને એકજૂથ થવાનું કહ્યું છે. આપણે કોરોનાથી બચવા માટે એકબીજાને સાથ આપવો જ પડશે. ત્યારે તમામ દેશ સુરક્ષિત રહેશે.