આવી ગઈ દુનિયાની પ્રથમ ઉડતી મોટરસાઇકલ, 100KM ની ટોપ સ્પીડ

September 19, 2022

નવી દિલ્હીઃ  આવનારા સમયમાં ઉડતી કાર અને બાઇકનો ઉપયોગ થવાનો છે. ઉડતી કારને લઈને હંમેશા સમાચાર સામે આવતા રહે છે. હવે દુનિયાની પ્રથમ ઉડનારી બાઇક પણ આવી ગઈ છે. હકીકતમાં જાપાનની એક કંપની AERQINS આગામી વર્ષ સુધી યુએસએમાં હોવરબાઇક (ઉડતી બાઇક) લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં આ બાઇકને ડેટ્રોઇટ ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ઉડતી બાઇકનો વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં એક વ્યક્તિ બાઇક પર બેસી હવામાં ફરતો જોવા મળી રહ્યો છે. 

આ બાઇકને Xturismo નામ આપવામાં આવ્યું છે. Aerwins Xturismo હોવરબાઇક ઘણા પ્રોપેલર (એક પંખા જેવું ઉપકરણ જે ઉડવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે) નો ઉપયોગ કરી જમીનથી ઉપર ઉડે છે. તેની આગળ અને પાછળ બે મોટા પ્રોપેલર છે, જેની સાથે ચાર નાના પ્રોપેલર આપવામાં આવ્યા છે. મોટા પંખા હોવરબાઇકને લિફ્ટ પ્રદાન કરે છે, જ્યારે નાના સ્ટેબલાઇઝરના રૂપમાં કામ કરે છે.