દેશના યુવાનો આત્મનિર્ભર ભારત નિર્માણમાં અગ્રેસર બને : મોદી

November 22, 2020

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારોહમાં ર૧મી સદીની યુવાશકિતને પૂર્વગ્રહ મુકત થઇને કલીન સ્લેટ અને કલીન હાર્ટ સાથે ભારત માતાની વૈશ્વિક અગ્રેસરતા માટે યોગદાન આપવા આહવાન કર્યુ હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, કાંઇ બદલાશે જ નહિ એવી માનસિકતા કે પૂર્વગ્રહથી બહાર આવીને નિયમિત પણે બદલાવ માટેના નિરંતર-સસ્ટેઇનેબલ પ્રયાસથી લાંબાગાળાની પરિણામદાયી કેપેસિટી બિલ્ડીંગ-ક્ષમતા નિર્માણ થઇ શકે છે.  પ્રધાનમંત્રીએ યુવા છાત્રોને પ્રેરણા આપતાં કહ્યું કે, વિશ્વ ર૧મી સદીમાં ભારત પ્રત્યે આશા અપેક્ષાની મીટ માંડીને બેઠુ છે ત્યારે ભારતની આશા-અપેક્ષા યુવા પેઢી સાથે જોડાયેલી છે. તેમણે આ અપેક્ષા-આશા પૂર્ણ કરવા યુવાશકિતને નેશન ફર્સ્ટ હર કામ રાષ્ટ્રનું કામની ભાવનાથી આગળ વધવા અનુરોધ કર્યો હતો.   પ્રધાનમંત્રી ગુજરાતના ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ૮મા પદવીદાન સમારંભમાં વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા. તેમણે '૪૫ મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવતા મોનોક્રિસ્લાઇન સોલર ફોટોવોલ્ટેઇક પેનલલ્લ અને 'સેન્ટર ઓફ એક્સલન્સ ઓન વોટર ટેકનોલોજીલ્લ નો શિલાન્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીમાં 'ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર - ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેશનલ્લ, 'ટ્રાન્સલેશનલ રિસર્ચ સેન્ટરલ્લ અને 'સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સલ્લનું ઉદઘાટન પણ પ્રધાનમંત્રીશ્રીએ કર્યું હતું. આ પદવીદાન સમારોહમાં પ૪ ગોલ્ડ મેડાલિસ્ટ તેમજ ૪૩ ડૉકટરેટ ડિગ્રી સહિત ર૬૦૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 
યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગર્વનન્સના અધ્યક્ષ મુકેશ અંબાણી, શિક્ષણ મંત્રી ચુડાસમા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડી. રાજગોપાલન, ડાયરેકટર જનરલ પ્રોફેસર સુંદર મોહન તેમજ અધ્યાપક ગણ, પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ વગેરે આ સમારોહમાં જોડાયા હતા.   પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે દુનિયા આટલી મોટી કટોકટીનો સામનો કરી રહી છે, ત્યારે ગ્રેજ્યુએટ થવું સરળ બાબત નથી, પણ તમે આ પડકારોથી ઘણી વધારે ક્ષમતાઓ ધરાવો છો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દુનિયા રોગચાળાનો સામનો કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉદ્યોગમાં પ્રવેશ કરી રહ્યાં છે અને દુનિયાભરમાં ઊર્જા ક્ષેત્રમાં મોટા ફેરફારો આકાર લઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સંપૂર્ણ ઊર્જા ક્ષેત્ર વૃદ્ધિ, ઉદ્યોગસાહસિકતા અને રોજગારી માટે પ્રચૂર સંભવિતતા ધરાવે છે.