NRC લાગુ કરવાની હાલમાં કોઈ યોજના નથી, લોકસભામાં સરકારનો જવાબ

February 04, 2020

નવી દિલ્હી : દેશભરમાં CAA (નાગરિકતા સંશોધન કાનૂન) અને NRC(નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન)ને લઈને ઘમાસાણ વચ્ચે આજે લોકસભામાં સરકારે NRC અંગે લેખિત જવાબ આપ્યો હતો. 

સરકારનુ કહેવુ છે કે, NRC લાગુ કરવા માટે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જાણકારી આપતા કહ્યુ હતુ કે, રાષ્ટ્રિય સ્તરે NRC લાગુ કરવા પર કોઈ નિર્ણય લેવાયો નથી.

જોકે આ નિવેદન બાદ પણ વિપક્ષી સાંસદોએ NRC સામે નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સરકારે CAA કાયદો સંસદના બંને ગૃહમાં પસાર કરીને લાગુ પણ કરી દીધો છે. જોકે લોકસભાના બજેટ સત્રમાં આ બાબતને લઈને વિપક્ષી સાંસદો ભારે હંગામો મચાવી રહ્યા છે.