સમાજશાસ્ત્ર અને ભૂગોળના આ ૩ સ્ટુડન્ટસે બાંગ્લાદેશની રાજકિય ભૂગોળ બદલી

August 06, 2024

૩ યુવા ચહેરા જેમને શેખ હસીનાની રાજકિય બરબાદીનો પણ પાયો નાખ્યો

ઢાકા- બાંગ્લાદેશમાં અનામત આંદોલનની આગમાં શેખ હસીનાની રાજકિય કારર્કિદી બળીને ખાખ થઇ છે. બાંગ્લાદેશના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારાના પરિવારો માટે ૩૦ અનામત કવૉટાની જોગવાઇ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા બહાલી આપવામાં આવતા અનામત મુદ્વે રોષ ફાટી નિકળ્યો હતો. બાંગ્લાદેશમાં નોકરીઓમાં કુલ ૫૬ ટકા અનામત  ફર્સ્ટ અને સેકન્ડ કલાસને મળે છે. આ ભેદભાવવાળી વ્યવસ્થાનો ઉપયોગ રાજકિય ફાયદા માટે થતો હોવાનો રોષપ્રગટ થતો રહયો છે. હસીના સરકારે કડક વલણ અપનાવીને પ્રદર્શનકારીઓ પર અત્યાચાર શરુ કરતા તેમને દેશ છોડવાનો વારો આવ્યો.

અનામત આંદોલનને વેગ પકડીને નેતૃત્વ કરનારા ૩ યુવા ચહેરાઓના નામ બહાર આવ્યા છે. તેમના નામ નાદિમ ઇસ્લામ, આસિફ મહેમૂદ અને અબુ બકર મજમૂદાર છે. આ ત્રણમાં નાદિમ ઇસ્લામ  ઢાકા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર આસિફ મહેમૂદ ભાષા અને અબુ બકર ભૂગોળ વિષયમાં અભ્યાસ કરે છે. અનામત વિરોધી આંદોલન શરુ થતા તેમાં કુદી પડયા હતા. તેઓ જે સ્ટુડન્ટ સંગઠન સાથે જોડાયેલા છે તેનું નામ સ્ટુડન્ટસ એગેઇન્ટ ડિસ્ક્રિમિનેશન મૂવમેન્ટ છે. એસએડીએમના ટુંકા નામથી જાણીતા વિધાર્થી સંગઠને અનામત કોટા સિસ્ટમમાં ફેરફાર કરવાની માંગણી કરી હતી. આંદોલનને વધુને વધુ સ્ટુડન્ટ સુધી પહોંચાડવામાં અને ગલીએ ગલીએ શરુ કરવામાં આ ત્રણેની મોટી ભૂમિકા હતી. પરિસ્થિતિ પાંમીને ૧૯ જુલાઇના રોજ ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. અટકાયતમાં તેમના પર ત્રાસ ગુજારીને ૨૬ જુલાઇએ છોડવામાં આવ્યા હતા. નાદિમ ઇસ્લામ, આસિફ મહેમૂદ અને અબુ બકર મજમૂદારની મુકિત પછી આંદોલન વધારે ઉગ્ર બન્યું હતું.