કોરોનાથી ત્રીજુ મોત: મહારાષ્ટ્રમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો, દેશમાં 128 કેસ નોંધાયા

March 17, 2020

નવી દિલ્હી : દુનિયામાં 6000થી વધારે લોકોને બેમોત મારનાર કોરોના વાયરસનો કહેર રોકાવાનું નામ લઈ રહ્યો નથી. દરરોજ દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. 24 કલાકમાં 12 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 126 કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રથી એક ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે. 

કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત છે. મુંબઈ, નવી મુંબઈ અને યવતમાલમાં કોરોના વાયરસના 5 નવા કેસ સામે આવવાની સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ કેસ 39 સુધી પહોંચી ગયા છે. મુંબઈ પોલીસે 144 લાગુ કરી દીધી છે જ્યારે ગ્રૂપ ટૂર પર રોક લગાવી દીધી છે. પૂણેમાં અત્યાર સુધી સૌથી વધારે 16 કેસ સામે આવ્યા છે. 

કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર અને ગોવા બૉર્ડર પર ચેક પોસ્ટ લગાવવામાં આવ્યા છે. આ ચેક પોસ્ટ બેલાગાવીમાં લગાવવામાં આવ્યા છે. બંને તરફથી આવનાર લોકોની પુષ્ટિ થઈ રહી છે.

દિલ્હીના નોઈડામાં કોરોના વાયરસના બે કેસ સામે આવ્યા છે. નોઈડા સેક્ટર-100માં એક મહિલા અને એક પુરૂષ કોરોના વાયરસથી પોઝિટીવ છે. બંનેને તેમની ફેમિલી સાથે ક્વારનટાઈન કરવામાં આવ્યા છે.