ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા! NATO, ફ્રાન્સ અને અમેરિકાની સેના એક્શનમાં

January 24, 2022

- ડેનમાર્ક બાલ્ટિક સમુદ્રમાં યુદ્ધ જહાજો મોકલી રહ્યું છે
- રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ વધ્યો
રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે જેને કારણે હવે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) એ સાથી દળોને સ્ટેન્ડબાય પર રાખી રહ્યું છે અને પૂર્વ યુરોપમાં નાટોની તેનાતીને માટે વધારાના જહાજો અને લડવૈયાઓ મોકલી રહ્યું છે. આને કારણે, નાટો સાથી સંરક્ષણ રેખાને વધુ મજબૂત બનાવી રહ્યું છે કારણ કે રશિયાએ યુક્રેન અને તેની આસપાસ સૈન્યનો ખડકલો ચાલું રાખ્યું છે.
ડેનમાર્ક બાલ્ટિક સમુદ્રમાં યુદ્ધ જહાજો મોકલી રહ્યું છે એજન્સીના સમાચાર મુજબ, થોડા દિવસોથી નાટોના ઘણા સહયોગીઓએ વર્તમાન અથવા આગામી તૈનાતી અંગે જાહેરાત કરી છે. ડેનમાર્ક બાલ્ટિક સમુદ્રમાં યુદ્ધ જહાજ મોકલી રહ્યું છે અને આ ક્ષેત્રમાં નાટોના લાંબા સમયથી ચાલતા એર-પોલીસ મિશનના સમર્થનમાં લિથુઆનિયામાં ચાર F-16 ફાઇટર જેટ તૈનાત કરવા તૈયાર છે. નાટોએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પેન નાટો નૌકા દળોમાં જોડાવા માટે જહાજો મોકલી રહ્યું છે અને બલ્ગેરિયામાં ફાઇટર જેટ મોકલવાનું વિચારી રહ્યું છે. ફ્રાન્સે નાટોના આદેશ હેઠળ રોમાનિયામાં સૈનિકો મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


આ પ્રદેશમાં નાટોની એર-પોલીસિંગ પ્રવૃત્તિઓનું સમર્થન કરવા માટે એપ્રીલથી બલ્ગેરિયામાં બે F-35 લડવૈયાઓ મોકલી રહ્યું છે અને રિએક્શન માટે એરફોર્સ અને પાયદળને સ્ટેન્ડબાય પર રાખ્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે ગઠબંધનના પૂર્વ ભાગમાં પોતાની સૈન્ય હાજરી વધારવા પર વિચાર કરી રહ્યું છે. એક સહયોગી પર હુમલો સમગ્ર ગઠબંધન પર હુમલો ગણવામાં આવશે.

નાટોએ જણાવ્યું હતું કે 2014માં ક્રિમીયા પર રશિયાના ગેરકાયદે કબજાના જવાબમાં, નાટોએ ગઠબંધનની પૂર્વ બાજુએ તેની હાજરી વધારી હતી, જેમાં એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા અને પોલેન્ડમાં ચાર બહુરાષ્ટ્રીય વોર યુનિટ જૂથોનો સમાવેશ થાય છે. આ યુકે, કેનેડા, જર્મની અને યુએસના નેતૃત્વ હેઠળ બહુરાષ્ટ્રીય એકમો છે અને યુદ્ધ માટે તૈયાર છે. તેમની હાજરી સ્પષ્ટ કરે છે કે એક સાથી પર હુમલો સમગ્ર ગઠબંધન પર હુમલો માનવામાં આવશે