આ મહિને ગંગા-યમુના સંગમમાં સ્નાન-દાન કરવાથી અનેક યજ્ઞોનું પુણ્ય મળે છે

January 19, 2022

બુધવાર, 2 ફેબ્રુઆરીથી મહા મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિને આવતી પૂનમ તિથિએ ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે. એટલે આ મહિનાનું નામ મઘા પડ્યું છે. જોકે, હિંદુ કેલેન્ડરમાં બધા મહિનાનું મહત્ત્વ છે, પરંતુ મહા મહિનો ખૂબ જ ખાસ છે. માન્યતા છે કે આ મહિનામાં તીર્થ અને પવિત્ર નદીઓના જળમાં ડુબકી મારવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે અને સ્વર્ગ મળે છે. એટલે જ સોમવારે પોષ મહિનીની પૂનમથી જ માઘ મહિનાના સ્નાન શરૂ થઈ ગયાં છે.

કલ્પવાસ એક મહિનાનો સમય હોય છે. એટલે પોષ પૂનમથી મહા મહિનાની પૂનમ સુધી તપસ્યા કરવામાં આવે છે. જેમાં ગંગા-યમુના સંગમના કિનારે એકાંતમાં નિયમ-સંયમથી રહીને વ્રત-પૂજા અને સ્નાન-દાન કરવામાં આવે છે. સાથે જ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. આ દરમિયાન લોકો ગંગામાં દરરોજ આસ્થાની ડુબકી લગાવે છે. એક દિવસમાં ત્રણવાર સ્નાન કરે છે અને 24 કલાકમાં એક જ વખત ભોજન કરે છે. તેમાં એક મહિના સુધી લોકો ભક્તિ કરે છે અને સાધારણ જીવન જીવે છે.

જે લોકો કલ્પવાસમાં રહે છે તેમને આખો મહિનો કામ, ક્રોધ, મોહ, માયાથી દૂર રહીને સંકલ્પ લેવાનો હોય છે. પુરાણો પ્રમાણે આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. ગ્રંથોમાં પણ એવું ઉલ્લેખવામાં આવ્યું છે કે કલ્પવાસ કરનાર લોકોને અનેક યજ્ઞ અને બ્રહ્માની તપસ્યા કરવા સમાન ફળ મળે છે.