ગુજરાતની મતદાર યાદીમાં જીવતાંને મતદાર યાદીમાં મરેલાં અને મરેલાંને જીવતાં બતાવ્યા
February 22, 2021

અમદાવાદ: ગુજરાતમાં દર ચૂંટણીએ મતદાર યાદીઓમાં નવા નવા છબરડાંઓ બહાર આવતા જ રહ્યાં છે. છ મહાનગરપાલિકાઓની ચૂંટણીના રવિવારે થયેલા મતદાનમાં પણ અમદાવાદ સહિતના મનપાઓમાં છબરડાંઓની પરંપરા યથાવત્ રહી હતી. એટલું જ નહીં કેટલાક ઠેકાણે તો જીવિત મતદારનું નામ મરેલાંઓની યાદીમાં અને મરેલાંઓનું નામ મરેલાંઓની યાદીમાં બતાવવામાં આવ્યું હતું. રાજ્યમાં બોગસ મતદાન પર લગામ કસવામાં પણ એકંદરે બેકાળજીઓ બહાર આવી હતી. કેટલાક મતદારોએ મતદાન કરવા ન ગયાં હોવા છતાં તેમના મત પડી ગયાં હોવાની ઘટનાઓએ વ્યવસ્થાની પોલ ખોલી નાંખી હતી.
મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનમાં મતદાર યાદીમાં ચૂંટણીપંચના અનેક ગોટાળા બહાર આવ્યાં હતા. અમદાવાદમાં અનેક વૉર્ડમાં ભાજપની સ્લીપમાં લખેલા મતદાન મથક સુધી પહોંચેલા મતદારો અટવાઈ ગયાં હતાં. મતદારોને મત ક્યાં આપવો એ મુદ્દે અનેક પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એક મતદારે મતદાર યાદીમાં નામ નહીં હોવાના કારણે રોષ વ્યક્ત કર્યો હતો. એક મતદારે કહ્યું હતું કે મારા પિતાનું નિધન થઈ ગયું છે. પણ તેમનું નામ મતદાર યાદીમાં છે. મેં પિતાનો મરણનો દાખલો પણ આપેલો છે તે છતાંય એમનું નામ છે. પરંતુ હું જીવિત છું છતાં મારું નામ ગાયબ છે. હું ૩થી ૪ અલગ અલગ જગ્યાએ જઈ આવ્યો પણ મારું નામ ક્યાંય નથી. મારે મારો કિંમતી મત આપવો છે. તો બીજા મતદારે કહ્યું કે હું ત્રણ અલગ બૂથ પર ફરી આવ્યો પરંતુ મારું નામ મતદાર યાદીમાં નથી. મારે ગમે તેમ વૉટ આપવો છે. એટલે હું બધે ભટકી રહ્યો છું. મારા એક મતનું ઘણું મહત્ત્વ છે. એવી જ રીતે વાડજ વિસ્તારમાં લોકોને મતદાર યાદીમાં પોતાનું નામ ન મળતા અટવાયા હતા. હાટકેશ્ર્વર- ભાઈપુરા વૉર્ડના ઋષિકેશ નગરમાં રહેતા યુવાનની મતદાન સ્લીપમાં મહિલાનું નામ આવતા તેઓ પોતાનો મત આપી શક્યા નહોતા. હર્ષ જોશીના ચૂંટણી કાર્ડના નંબર પર કલ્પના મોદી નામની મહિલાનું નામ બોલતા તેઓ મતદાનથી વંચિત રહ્યાં છે.
જ્યારે ભાવનગર શહેરના ચિત્રા ફુલસર નારી વૉર્ડમાં આવેલા ૨૧ નંબરના મતદાન મથક પર એક મહિલા મતદારને કડવો અનુભવ થયો હતો. ગૌરીબેન મકવાણા નામના મહિલા મતદાર સવારે પોતાનું ઓળખપત્ર લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે તેઓને ખબર પડી કે તેમના નામનો મત તો પહેલા જ પડી ચૂક્યો છે. અમદાવાદમાં પણ એકથી વધુ સ્થળોએ બોગસ મતદાનની ફરિયાદો થઇ હતી.
Related Articles
પતિએ ગોવામાં પત્નીને કહ્યું, 'તારે ટૂંકા કપડા પહેરવા હોય તો જ મારી સાથે રહે, નહીં તો એકલી રખડ'
પતિએ ગોવામાં પત્નીને કહ્યું, 'તારે ટૂંકા...
Mar 03, 2021
આઈશા:ફોન રેકોર્ડિંગમાં ખુલાસો, ગર્ભમાં રહેલું બાળક આરિફનું નહીં આસિફનું હોવાનો આઈશાના સાસરિયાઓ આક્ષેપ કરતા, મોટી બહેનને આઘાતમાં બ્રેન સ્ટ્રોક આવ્યો
આઈશા:ફોન રેકોર્ડિંગમાં ખુલાસો, ગર્ભમાં ર...
Mar 03, 2021
સરકાર 2022 સુધીમાં 55000 ઘર બનાવશે, આવાસ નિર્માણ માટે રૂ. 900 કરોડની ફાળવણી
સરકાર 2022 સુધીમાં 55000 ઘર બનાવશે, આવાસ...
Mar 03, 2021
ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના
ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણ...
Mar 03, 2021
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાની ગાંધીનગરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા, કારણ અકબંધ
ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના યુવાન ભત્રીજાન...
Mar 03, 2021
કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી
કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવ...
Mar 03, 2021
Trending NEWS

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

03 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021

02 March, 2021