ભાવનગરના ઝાંઝમેરના દરિયામાં મુંબઈના ત્રણ ડૂબ્યા

September 22, 2020

વનગર: જિલ્લાના તળાજાના કેરાળા ગામના ભાલિયા પરિવારના સભ્યો બપોરે ઝાંઝમેર મધુવન નજીક આવેલ બીચ પર ન્હાવા ગયા હતા. જેમાં ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતા, જેમાં એકનું મોત થયું હતું જ્યારે બેનો બચાવ થયો હતો. બંનેને તળાજા ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અરેરાટી ઉપજાવતા અને દરિયાના પાણીમાં નહાવા સમયે સાવચેતી રાખવાની શીખ આપતા બનાવની મળતી વિગતો મુજબ મુંબઈથી લોકડાઉનના પગલે તળાજાના કેરાળા ગામે આવેલ ભાલિયા પરિવારના સભ્યો મધુવન ઝાંઝમેર નજીક આવેલા રમણીય બીચ ન્હાવા ગયા હતા.