દિલ્હીમાં સીએએના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે પથ્થરમારો

February 24, 2020

નવી દિલ્હી : સીએએના સમર્થન અને વિરોધમાં હાલ પ્રદર્શનો ચાલી રહ્યા છે. જોકે આ સિૃથતિ વચ્ચે દિલ્હીમાં વિરોધીઓ અને સમર્થકો બન્ને વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. અહીંના ઝાફરાબાદમાં બન્ને લોકોના સંગઠનો વડે આમને સામને પથૃથરમારો કરવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો ઘવાયા છે. પોલીસે બાદમાં હિંસાને અટકાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 

ભાજપના નેતા કપિલ મિશ્રાની આગેવાનીમાં અહીંના મૌજપુર ચા રસ્તા પાસે અનેક લોકો એકઠા થયા હતા. જ્યારે મૌજપુરના કબિરનગર મેટ્રો સ્ટેશન પાસે સીએએના સમર્થકો અને વિરોધીઓ બન્ને વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને સામસામે પથૃથરમારો પણ કર્યો હતો. જોકે તાત્કાલીક પોલીસ બોલાવી લેવામાં આવી હતી જેણે ટોળાને વિખેરી નાખ્યું હતું.

સૌથી પહેલા સીએએ, એનઆરસીના વિરોધ માટે અહીંના સીલમપુર અને મૌજપુર-યમુના વિહારને જોડતા રસ્તાને બ્લોક કરી દેવામાં આવ્યા હતા. અહીં મહિલાઓ રસ્તા પર બેસીને હાથમાં તિરંગા સાથે આઝાદીના નારા લગાવ્યા હતા અને જ્યાં સુધી સરકાર સીએએ, એનઆરસી, એનપીઆર પરત ન લે ત્યાં સુધી અહીંથી નહીં હટીએ તેમ આ મહિલાઓએ કહ્યું હતું. જેને પગલે આ વિસ્તારના મેટ્રો સ્ટેશનના ગેટને ઓથોરિટી દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા.

બાદમાં અહીંના કબિરનગર વિસ્તારમાં સીએએ સમર્થકો પણ આવ્યા હતા તેથી પથૃથરમારો થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે આંસૂ ગેસના શેલ છોડયા હતા. આ પહેલા થયેલા પથૃથરમારામાં કેટલાક લોકો ઘવાયા છે. હાલ આ વિસ્તારમાં પોલીસે કરફ્યૂ લાદી દીધો છે અને સિૃથતિને કન્ટ્રોલ કરવા માટે માર્ચ પણ કરી રહી છે.

સૃથાનિક પોલીસ અિધકારી આલોક કુમારે કહ્યું હતું કે પોલીસ પર પણ પથૃથરમારો કરવામાં આવ્યો હતો. હાલ ફ્લેગમાર્ચ કાઢવામાં આવી રહી છે અને સીસીટીવી કેમેરાના આધારે હુમલાખોરોની સામે યોગ્ય કાર્યવાહી કરવાના પ્રયાસો જારી છે. સાથે ટોળા વિખેરવા માટે આંસુ ગેસના શેલ છોડવા પડયા હતા જ્યારે લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. હાલ સિૃથતિ કન્ટ્રોલમાં છે તેમ પોલીસે દાવો કર્યો છે.