ચૌધરી યુવતી પર વિઘર્મી યુવકના હુમલાથી રાધનપુરમાં સજ્જડ બંધ

January 29, 2022

રાધનપુરમાં યુવતી પર હુમલાને લઇને હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે રાધનપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સિવાય હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં મૌન રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાધનપુરના હિન્દુ દિકરી પરના હુમલાને લઇ સમગ્ર પથંકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાધનપુર આદર્શ વિદ્યાલયમાં હિન્દુ સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં બેઠક થઈ હતી. જેમાં રાધનપુર સજ્જડ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે આજે રાધનપુરમાં વહેલી સવારથી ગામના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો. તેમજ હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સમાજના તમામ સંગઠનો આ મહા રેલીમાં જોડાશે અને યુવતીને ન્યાય અપાવવા માટે રજૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે ઘરે એકલતાનો લાભ લઇ તેનાજ ગામનો અને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી જોકે બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો. બાદમાં સ્થાનિકોએ હુમલો કરનાર યાસીન બલોચ પોલીસને સોપી દીધી હતો.