TMC નેતા સાયાની ઘોષની ધરપકડ, CM ની સભામાં હંગામાનો આરોપ

November 21, 2021

અગરતલા: ત્રિપુરા પોલીસે સત્તાધારી ભાજપના એક કાર્યકરની ફરિયાદ બાદ રવિવારે તૃણમૂલ કોંગ્રેસની નેતા સાયાના ઘોષની ધરપકડ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે ભાજપ કાર્યકરે ઘોષ પર શનિવારે રાતે રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવની એક નુક્કડ સભામાં વિધ્ન નાખવાનો આરોપ લગાવ્યો છે. 


નોંધનીય છે કે સાયાની ઘોષની તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીના પ્રવાસના 24 કલાક પહેલા પકડવામાં આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે પૂર્વ અગરતલા મહિલા પોલીસ સ્ટેશનની બહાર તેમના કાર્યકરોની સાથે ભાજપ સમર્થકોએ ધક્કામુક્કી કરી. 
અભિષેક બેનર્જીએ ટ્વીટ કરીને ત્રિપુરાની ભાજપ સરકાર પર રાજકીય પક્ષોના શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારો પર સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન નહીં કરવાનો આરોપ લગાવ્યો. સાયાની તૃણમૂલ કોંગ્રેસના યુથ પ્રેસિડેન્ટ છે.