વાળનો ગ્રોથ વધારવા માટે કરો ઘરેલૂ ઉપાય, નહીં રહે મોંઘી પ્રોડક્ટ્સની જરૂર
November 21, 2022

વાળનો ગ્રોથ આપણી લાઈફસ્ટાઈલ પર નિર્ભર કરે છે. જો તમે હેલ્ધી વસ્તુઓ ખાઓ છો તો તમે ચિંતા અને તણાવથી દૂર રહી શકો છો અને સાથે તમારી હેલ્થ સારી રહે છે અને વાળ પણ લાંબા રહે છે. અનેકવાર જ્યારે તમે ખાવા પીવાને લઈને કે પછી લાઈફસ્ટાઈલને લઈને બેદરકારી દાખવો છો તો હેરગ્રોથ પણ અટકી જાય છે. એવામાં તમે વાળને ઝડપથી લાંબા કરવા ઈચ્છો છો તો તમે ઘરેલૂ ઉપાયો યૂઝ કરી શકો છો. તો જાણો શું કરવાથી તમારા વાળ ઝડપથી વધશે.
સામગ્રી
1 નંગ બીટ
10-12 લીમડાના પાન
1 નંગ આમળું
1 ટુકડો આદુ
અડધો કપ પાણી
આ રીતે બનાવો જ્યુસ
એક બ્લેન્ડરમાં તમે બીટના ટુકડા, લીમડાના પાન, આદુ અને પાણી મિક્સ કરો. એક વાટકીમાં મલમલનું કપડું ફેલાવો અને કપડાની મદદથી મિક્સ કરાયેલી પેસ્ટને ગાળી લો. હવે તમે તેને પી શકો છો. તમે આ જ્યૂસને વાળના મૂળમાં પણ લગાવી શકો છો. આ પછી તેને ધોઈ લો.
જાણો જ્યૂસથી વાળને થતા ફાયદા
આમળા, બીટ અને આદુ લોહીને સાફ કરવાનું કામ કરે છે. આ સિવાય તે બ્લડ ફ્લોને સારો કરીને બ્લડ સર્ક્યુલેશનને સારું કરે છે. આમળા વાળને લાંબા કરવા, કંડીશનિંગ અને વાળને હેલ્ધી રાખવાનું કામ કરે છે. જ્યારે આદુ વાળને ખરવાથી બચાવે છે. તે વાળના ગ્રોથને બૂસ્ટ કરે છે. બીટમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે વાળને અંદરથી હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તે જ્યૂસના સેવનથી તમે હેલ્થને પણ હેલ્ધી બનાવી શકો છો. તે તમારી ઈમ્યુનિટી વધારશે.
Related Articles
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખતરો, લક્ષણ દેખાતા થાઓ એલર્ટ
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખત...
Jan 23, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023