ઈન્ડિયાને જીતવા 297 રનનો ટાર્ગેટ, બઉમા-ડૂસેન વચ્ચે 204 રનની પાર્ટનરશિપ; ભુવી-શાર્દુલ-ચહલનું ખરાબ પ્રદર્શન

January 19, 2022

ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પહેલી વનડે મેચમાં SAએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. તેવામાં ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાને 260+ રન છે. અત્યારે તેમ્બા બઉમા અને વાન ડેર ડૂસેન બેટિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રોહિતની ગેરહાજરીમાં કે.એલ.રાહુલને ટીમનો કેપ્ટન બનાવાયો છે.

વળી બીજી બાજુ જોવા જઈએ તો વનડે કેપ્ટનશિપમાંથી હટાવાયા પછી વિરાટ કોહલી પહેલીવાર એક ખેલાડી તરીકે મેદાનમાં રમતો જોવા મળશે. કોહલીએ છેલ્લીવાર એક ખેલાડી તરીકે 2016માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચ રમી હતી. તેવામાં કોહલીની સાથે વનડે ટીમમાં 2017 પછી રવિચંદ્રન અશ્વિનનું પણ કમબેક થયું છે.