આજે ગુપ્ત નવરાત્રીઃ ગુરૂ અને શનિ સહિતના અનેક ગ્રહો પોતાની રાશિમાં કરશે ભ્રમણ

June 30, 2022

નવી દિલ્હી : આ વર્ષે ગુપ્ત નવરાત્રી 30 જૂનથી શરૂ થઈને 9 જુલાઈના રોજ નવમી તિથિ સમાપ્ત થશે. ચૈત્ર અને શારદીય નવરાત્રીની જેમ ગુપ્ત નવરાત્રીમાં પણ મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં રહેશે. શનિદેવ પોતાની રાશિ કુંભમાં રહેશે. દેવ ગુરૂ બૃહસ્પતિ પોતાની રાશિ મીનમાં રહેશે. મંગળ પોતાની રાશિ મેષમાં રહેશે. આ સાથે જ નવરાત્રીના 2 દિવસ બાદ એટલે કે 2 જુલાઈથી બુધ પણ પોતાની રાશિ મિથુનમાં રહેશે. 

આ રીતે ગુપ્ત નવરાત્રી દરમિયાન મનનો કારક ગ્રહ ચંદ્ર, ભૂમિ નિર્માણ વાહનનો કારક ગ્રહ મંગળ, અધ્યાત્મ, ધર્મ-કર્મનો કારક ગ્રહ ગુરૂ, કલા, સુંદરતા, પ્રેમ, આકર્ષણનો કારક ગ્રહ શુક્ર અને ન્યાયાધીશની પદવી પ્રાપ્ત કર્મનું ફળ આપનાર ગ્રહ શનિ પોતાની રાશિમાં ભ્રમણ કરીને ખૂબ જ સુંદર સંયોગ સર્જી રહ્યું છે. એક નવરાત્રીમાં એક સાથે 6 ગ્રહો પોતાની રાશિમાં રહેવાથી આ નવરાત્રીનું મહાત્મ્ય વધશે.

જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર, હિંદુ ધર્મમાં અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે માતા દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. અવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ સમસ્યાઓ પણ દૂર થાય છે. અષાઢ માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી અષાઢ ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. 

હિંદુ ધર્મમાં કુલ 4 નવરાત્રી છે માઘ અને અષાઢમાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિની જેમ ગુપ્ત નવરાત્રિમાં પણ મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા પ્રાથના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં  

મા કાલીકે, મા તારા દેવી, મા ત્રિપુરા સુંદરી, મા ભુવનેશ્વરી, મા ચિત્રમસ્તા, મા ત્રિપુરા ભૈરવી, મા ધુમ્રવતી, મા બગલામુખી, મા માતંગી અને મા કમલા દેવીની પૂજા કરવામાં આવે છે. આ નવરાત્રિમાં તાંત્રિક અને સાત્વિક બંને પ્રકારની પૂજા કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની સાથે તાંત્રીક 10 મહાવિદ્યાઓને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે.