ગુજરાતમાં આજે 1161 કોરોના કેસ, 9 મોત

October 17, 2020

કોરોના મહામારી (Corona Epidemic)માં ગુજરાત (Gujarat)ની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ (Corona positive case)આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1161 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના (Total cases of Covid-19 in Gujarat)કુલ કેસોની સંખ્યા વધીને 1,58,635એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3629એ પહોંચ્યો છે. જ્યારે 1270 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 88.52 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 52,746 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 53,22,288 ટેસ્ટ કરાયા છે.


કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે કુલ 1161 કેસો આવ્યા છે અને 24 કલાકમાં 9 દર્દીઓ મોતને ભેટ્યા છે, ત્યાં જ ચોંકાવનારી વાત એ છે કે, આજે તાપી જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. ત્યાં જ સુરતમાં 239 કેસ 2 મોત, રાજકોટમાં 92 કેસ 3 મોત, અમદાવાદમાં 183 કેસ 2 મોત, વડોદરામાં 116 કેસ 1 મોત, ગીર સોમનાથમાં 18 કેસ 1 મોત, જામનગર 74, ગાંધીનગરમાં 39, મહેસાણામાં 41, પાટણમાં 33, ભરૂચ 27, સાબરકાંઠા 24, મોરબી 21, જૂનાગઢમાં 41, અમરેલીમાં 20, બનાસકાંઠા અને ખેડામાં 17-17 કેસ, નર્મદા અને પંચમહાલમાં 16-16 કેસ, ભાવનગરમાં 18, કચ્છમાં 15, દાહોદ અને મહીસાગરમાં 12-12, આણંદ 8, દ્વારકા, પોરબંદરમાં 6-6 કેસ, છોટાઉદેપુર 5, અરવલ્લી અને નવસારીમાં 3-3 કેસ, બોટાદમાં 2, વલસાડમાં 1 નવો કેસ નોંધાયો છે.