આજે ગુરુ-શુક્ર મીન રાશિમાં અને સૂર્ય-શનિ કુંભ રાશિમાં રહેશે, રાશિ પ્રમાણે આ રહી શિવજીની સરળ પૂજા વિધિ

February 18, 2023

આજના દિવસે લોકો ભક્તિ-ભાવપૂર્વક શિવજીની પૂજા કરશે તો બધા જ શિવાલયો 'હર હર મહાદેવના' નાદથી ગુંજી ઉઠશે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આજે મહાશિવરાત્રિએ ગુરુ તેની રાશિ મીનમાં બિરાજમાન છે. કુંભ રાશિમાં શનિ સૂર્ય સાથે છે. શુક્ર ગુરુની સાથે મીન રાશિમાં ઉચ્ચ છે. મહાશિવરાત્રિ પર સૂર્ય, ગુરુ, શુક્ર અને શનિનો આવો દુર્લભ સંયોગ 617 વર્ષ પછી બન્યો છે. ગ્રહોના આ યોગમાં રાશિ પ્રમાણે શિવની પૂજા કરવામાં આવે તો જન્મકુંડળી સાથે જોડાયેલા ગ્રહ દોષોને શાંત કરી શકાય છે.

2023 પહેલાં મહાશિવરાત્રિ પર આ ચાર ગ્રહોનો આવો દુર્લભ સંયોજન 617 વર્ષ પહેલા 26 ફેબ્રુઆરી 1406ના રોજ બન્યો હતો. તે સમયે પણ ગુરુ ઉચ્ચ શુક્ર સાથે મીન રાશિમાં હતો. સૂર્ય-શનિનો સંયોગ કુંભ રાશિમાં હતો.

ગુરુ દેવતાઓના શિક્ષક છે અને શુક્ર રાક્ષસોના શિક્ષક છે.બંને ગ્રહો મીન રાશિમાં એક સાથે છે.મીન રાશિ એ ગુરુની નિશાની છે અને શુક્રની ઉત્કૃષ્ટ નિશાની છે.સૂર્યદેવ શનિના પિતા છે અને બંને એક સાથે કુંભ રાશિમાં છે.ગ્રહોનો સંયોગ બધા માટે શુભ રહેશે.જાણો આ યોગમાં રાશિ પ્રમાણે કેવી રીતે કરી શકાય છે શિવની પૂજા...

આવો જાણીએ 12 રાશિના જાતકોએ કેવી રીતે પૂજા કરવી
મેષ રાશિ :
આ રાશિના જાતકોએ વહેલી સવારે નિત્યકામ પુરા કરીને શિવજીને સ્નાન કરાવીને ચંદન અર્પણ કરો અને 11 બીલીપત્ર અને ચણાની દાળ ચઢાવો, આ ઉપાયથી ઘરમાં સુખ-શાંતિ વધશે અને ભંડાર ભરેલો રહેશે.

વૃષભ રાશિ :
આ જાતકોએ તાંબાના લોટમાં જળ લઈને શિવજીનો અભિષેક કરવો, આ સાથે જ બીલીપત્ર પર સફેદ ચંદનની ૐ નમઃ શિવાય લખીને અર્પણ કરવું જોઈએ. જેથી સુખ સમૃદ્ધિ રહેશે અને પુણ્ય થશે.

મિથુન રાશિ :
આ રાશિનો સ્વામી બુધ છે. તેથી શિવજીને દૂધ, દહીં, ગંગાજળ, ઘી, સાકર અને શેરડીના રસથી શિવજીનો અભિષેક કરો. આ ઉપાયથી કલ્યાણ થશે, ભાગ્યોદય થશે, અટકેલા કામ પુરા થશે, તો રાજનીતિ સાથે જોડાયેલા લોકોને પણ લાભ થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

કર્ક રાશિ :
આ રાશિના જાતકનો સ્વામી ચંદ્ર છે. શિવજીના મસ્તક પર ચંદ્રમાનો નિવાસ હોય છે. દૂધ, ગંગાજળ, મધ, ખાંડ અને ખાસ કરીને ભાંગ મિક્સ કરીને તેનો રસ કાઢીને શિવજીને અભિષેક કરો, ઘરમાં સુખ-શાંતિ રહેશે અને શુભ કાર્યો થશે અને કોઈ અડચણો આવશે નહીં.

સિંહ રાશિ :
આ રાશિનો સ્વામી સૂર્ય છે. તેથી એક બાલ્ટી જળમાં ગંગાજળ, દૂધ, દહીં, મધ મિક્સ કરીને પંચામૃત કરો. ૐ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરતા-કરતા અભિષેક કરવાથી સૂર્યની શાંતિ થશે. જેનાથી ઘરમાં ખુશીઓ ભર્યું વાતાવરણ રહેશે.

કન્યા રાશિ :
આ રાશિના જાતકોએ કોઈ તળાવ કે નદીમાં સ્નાન કેવું જોઈએ, તાંબાના લોટામાં ગંગાજળ મિક્સ કરીને અભિષેક કરો અને બીલીપત્ર ચઢાવો. તો ધતુરાનું ફૂલ અને બીલીનું ફળ અચૂક ચઢાવો. આ ઉપાયથી કરિયરમાં આગળ વધી શકશો અને જાણતા-અજાણતા થઇ ચૂકેલા પાપનું પ્રાયશ્ચિત કરી શકો છો.
તુલા રાશિ :
આ રાશિના જાતકોએ દૂધ અને સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. શનિ.મંગળ. રાહુ, કેતુની શાંતિ મળશે. જેથી અટકેલા કામ પુરા થશે, શિવજી પ્રસન્ન થવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળશે.

વૃશ્ચિક રાશિ :
આ રાશિના જાતકોએ ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો અને 11 બીલીપત્ર પર રામ-રામ લખીને ચઢાવવા જોઈએ મીઠાઈનો ભોગ ધરાવો અને આરતી પૂજા કરીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ ઉપાયથી સુખ-શાંતિ મળશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

ધન રાશિ :
આ રાશિના જાતકોએ સવારે સ્નાન કરીને પીળા કલરના વસ્ત્રો ધારણ કરવા જોઈએ ને બિલીપત્ર શિવજીને અર્પણ કરવા જોઈએ, તાળી વગાડીને પ્રાર્થના કરવી જોઈએ, ઘરમાં ખુશીઓ રહેશે અને કોઈ નવી સમસ્યા તમારાથી અનેક ગણી દૂર રહેશે.

મકર રાશિ :
સવારે લોટમાંથી 2 સર્પ બનાવીને શિવજીનો અભિષેક કરો. લોટનો સાપ અર્પણ કરવાથી જો તેમના પર કાલસર્પ દોષ અથવા શનિની દશા હોય અથવા ઘરમાં કોઈ સમસ્યા હોય તો તેમને શાંતિ મળે છે. આખો પરિવાર ખુશ રહેશે.

કુંભ રાશિ :
આ રાશિના જાતકો માટીમાંથી મૂર્તિ બનાવીને પણ અભિષેક કરી શકે છે. આ સાથે જ અડદની દાળ, ધતુરાનું ફૂલ અને બીલીપત્ર અચૂક ચઢાવો. આ ઉપાય કરવાથી ગ્રહનો પ્રકોપ આ રાશિના જાતકો પર નહીં પડે.

મીન રાશિ :
આ રાશિના જાતકો પર રાહુ અને શનિની દ્રષ્ટિ પડી રહી છે તો રાશિનો સ્વામી ગુરુ છે. તેથી આ રાશિના જાતકોએ શિવજીનો જળથી અભિષેક કરવો જોઈએ, પૂજા-અર્ચના કરવી જોઈએ, હવન કરવો જોઈએ, બીલીપત્ર ચઢાવવા જોઈએ તેમજ ૐ નમઃ શિવયા મંત્રનો જાપ કરવો જોઈએ. આઉપાય કરવાથી શનિનો પરાભવ નહીં પડે,.