આજે બુધ પોતાની જ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે; બુધાદિત્ય યોગ બનાવશે, વૃષભ, સિંહ અને કન્યા સહિત પાંચ રાશિ માટે શુભ

July 02, 2022

2 જુલાઈ એટલે આજે બુધ ગ્રહ પોતાની જ રાશિ મિથુનમાં આવી જશે. આ રાશિમાં સૂર્ય પહેલાંથી જ છે, જેથી હવે બુધ અને સૂર્યનો બુધાદિત્ય યોગ બનશે, જે પોતાનામાં જ એક રાજયોગ છે. 16 જુલાઈ સુધી આ સ્થિતિ રહેશે. આ સંયોગના પ્રભાવથી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે, સાથે જ એની અસર બધી જ રાશિઓ પર પડશે. ત્યાં જ બુધ ગ્રહ 17 જુલાઈના રોજ મિથુનથી કર્ક રાશિમાં જતો રહેશે.

બુધના રાશિ બદલવાથી પત્રકારત્વ, શિક્ષા, લેખન, વાણી અને વકીલાત સાથે જોડાયેલા લોકોની તર્કશક્તિ વધશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોના જીવનમાં મોટા ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. થોડા લોકોનાં કામકાજમાં અચાનક ફેરફાર આવવાની શક્યતા છે. મિથુન રાશિમમાં સૂર્ય સાથે બુધ હોવાથી બુદ્ધિ અને જ્ઞાન વધશે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. થોડા લોકો નવા અને મોટા રોકાણ કરવાની યોજના બનાવશે. બુધના પ્રભાવથી ખરીદી વધશે, સાથે જ શેરબજારમાં તેજી આવવાની શક્યતા પણ છે.

જ્યોતિષાચાર્ય ના જણાવ્યા પ્રમાણે, આ 15 દિવસ સુધી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો છે. કર્ક, ધન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. ત્યાં જ મેષ, મિથુન, તુલા અને કુંભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ ગ્રહના શુભ પ્રભાવથી દેશની આર્થિક વ્યવસ્થા મજબૂત થશે. શેરબજાર અને કીમતી ધાતુઓની કિંમત વધી શકે છે.

મિથુન રાશિમાં બુધના આવી જવાથી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. અટવાયેલા રૂપિયા પાછા મળવાના પણ યોગ બની રહ્યા છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. આ સિવાય આ રાશિના લોકો મોટાં કામકાજની યોજના બનાવશે. આ લોકોની તર્કશક્તિ પણ વધશે.

બુધના રાશિ પરિવર્તનથી મેષ, મિથુન, કુંભ અને તુલા રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. આ 4 રાશિના લોકોના વિચારેલાં કામ પૂર્ણ થઈ શકે છે. કામકાજને લઇને નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. રોજિંદા કામમાં મહેનત પણ વધારે કરવી પડશે. દોડભાગ બની રહેશે. સાથે જ લેવડ-દેવડ અને રોકાણ સમજી-વિચારીને કરવું પડશે. સ્વાસ્થ્યના મામલે આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

ધન રાશિમાં બુધના આવી જવાથી કર્ક, ધન અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે. બચત ઘટશે અને રોકાણમાં નુકસાન થવાની શક્યતા છે. લેવડ-દેવડમાં પણ સાવધાની રાખવી પડશે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. નોકરિયાત લોકોના કામકાજમાં ફેરફાર અને સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે.