આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા

March 31, 2022

નવી દિલ્હી  : નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે. આ વખતે અગાઉના તોફાનની સરખામણીમાં ખતરો ત્રણ ગણો વધુ છે. તાજેતરમાં જ સૂર્ય પર એક વિસ્ફોટ પછી અંતરિક્ષમાં સૌર તોફાન શરૂ થયું છે.

14 માર્ચથી તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને આજે તે પૃથ્વી સાથે અથડાશે. નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે.