આવતીકાલથી ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ, વિદ્યાર્થીની હાજરી મરજીયાત

November 21, 2021

અમદાવાદઃ રાજ્યમાં ધો.1થી 5ના વર્ગો આવતીકાલથી શરૂ થશે. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. વધુમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કોરોનાકાળમાં અનેક મુશ્કેલી આવી છે. દેશ અને રાજ્યમાં મોટા પ્રમાણમાં રસીકરણ કામગીરી થઈ છે. જેમાં જૂની SOPના નિયમોનું ચુસ્તપણે પાલન થશે. તેમજ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી છે. જેમાં આવતીકાલથી ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂઆત કરવા શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. તેમાં ઓફલાઇન વર્ગો આવતીકાલથી શરૂ થશે. ઉલ્લેખનિય છે કે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. તે હવે આલતીકાલથી શાળામાં અભ્યાસ કરી શકશે.
ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. તેમ પણ જણાવવામાં આવ્યું છે