ટોરોન્ટો લાઈબ્રેરીએ મહામારી દરમિયાન ૮ મિલીયન ડીજીટલ ડાઉનલોડનો વિશ્વવિક્રમ સર્જયો

June 01, 2021

  • મહામારી દરમિયાન ઓનલાઈનની સુવિધા મળતા જ ડાઉનલોડનો આંકડો ૩૨ ટકા વધ્યો

ટોરોન્ટોે : કેનેડીયનો વાંચનના શોખ માટે જાણીતા છે. ખાસ કરીને ટોરોન્ટોેની સીટી લાઈબ્રેરીએ મહામારી દરમિયાન ૮ મિલીયન ડીજીટલ ડાઉનલોડનો વિશ્વવિક્રમ સર્જયો છે. ધી ટોરોન્ટોે પબ્લીક લાઈબ્રેરી સિસ્ટમની ૧૦૦ જેટલી શાખાઓ છે. જયાંથી પુસ્તકો મેળવી શકાય છે. પરંતુ મહાંમારી દરમિયાન લોકો બહાર નીકળી શકે એમ નહોતા. એટલે લાઈબ્રેરીએ ઓનલાઈન ડાઉનલોડની સુવિધા પુરી પાડી હતી. જેને કારણે ગયા વર્ષે ઈ બુકસના ડાઉનલોડનો આંક ૩ર ટકા જેટલો વધી ગયો. ટોરોન્ટોે લાઈબ્રેરીની મેમ્બરશીપ સર્વિસ સાથે સંકળાયેલા શોન માઈકલે કહ્યું હતું કે, ઓનલાઈન લાઈબ્રેરીએ ૮ મિલીયન ડીજીટલ ડાઉનલોડનો વિશ્વવિક્રમ સર્જયો હતો. આ વિક્રમ વર્ષ ર૦ર૦માં ઈ બુકસ અને ઓડિયો બુકના ડાઉનલોડનો હતો. તેમણે કહ્યું હતું કે, ટોરોન્ટોે પબ્લિક લાઈબ્રેરી છેલ્લા ૮ વર્ષથી સતત સૌથી વધુ ઈ કન્ટેન્ટ પુરું પાડનારી સંસ્થા બની છે. જે વિશ્વની સૌથી મોટી ગણાય છે. મહામારી દરમિયાન લોકોએ મોટા પ્રમાણમાં આઈસોલેશનનો સામનો કરવો પડયો હતો. એવા સમયે લોકો માટે આ સુવિધા ઘણી ઉપયોગી પુરવાર થઈ હતી. ઘણાં લોકોએ આ લોકડાઉનના સમયનો ઉપયોગ વાંચન અને ઓડિયો બુકસ સાંભળવામાં કર્યોે હતો. ચોન્ગ નામના એક યુવાને કહ્યું હતું કે, મેં લોકડાઉન દરમિયાન ઈ બુકસનો લાભ લીધો હતો. તેણે ઈ-બુકસ વાંચવા માટે ઈ રીડર ખરીદ્યું હતુ અને લાઈબ્રેરીની મેમ્બરશીપ લીધી હતી. મિશેલે એમ પણ કહ્યું હતું કે, જો તમારી પાસે અત્યારે લાઈબ્રેરીનું કાર્ડ નહીં હોય પણ તમે ટોરોન્ટોેના રહીશ હો તો પણ તમે ડીજીટલ કાર્ડ માટે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ટીપીએલ ડોટ સીએ પરથી મેળવી શકો છો. એ કાર્ડ હોય તો તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં પુસ્તકો, અખબારો, મુવી અને સંગીત પણ ઓનલાઈન સાંભળી શકો છો.