ટોરન્ટોમાં પહેલાં શંકાસ્પદ મન્કીપોક્ષા કેસની પૃષ્ટિ, જનતાને નહિવત જોખમ

May 28, 2022

ઓન્ટેરિયો: ટોરન્ટોના આરોગ્ય ખાતાના અધિકારીઓ શહેરના પહેલા શંકાસ્પદ મન્કીપોક્ષા કેસની તપાસ કરી રહ્યા છે. આ કેસ ચાલીસ વર્ષીય પુરુષનો છે. જે મોન્ટ્રીયલ પ્રવાસ દરમિયાન એવા કોઈના સંપર્કમાં આવ્યો હતો. જો કે હવે એ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઝડપથી સાજો થઈ રહ્યો છે એમ ટોરન્ટો પબ્લિક હેલ્થ વિભાગે જણાવ્યું હતું. શનિવારે જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે, આરોગ્ય એજન્સીના મતે આ કેસથી જાહેર આરોગ્યને કોઈ ખાસ ખતરો નથી. આમ તો એનો ચેપ માત્ર શારીરિક નજદીકી અને મન્કીપોક્ષાના પ્રવાહીથી જ વધુ લાગતો હોય છે. જેમાં ડ્રોપલેટસની ભુમિકા મહત્વની હોય છે એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગે લોકોને સલાહ આપી હતી કે, જો કોઈએ ૧૪મી મેના રોજ એકિસસ કલબ કે વુડીઝ બારની મુલાકાત લીધી હોય તેમનામાં આ રોગના લક્ષણો હોવાની શકયતા છે.