ટોરન્ટો પીયરસન એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓનો કોવિડ -૧૯ ટેસ્ટ કરાશે

September 12, 2020

  • સ્વેબના સેમ્પલ્સને હેમિલ્ટન સ્થિત સેન્ટ જોસેફસ હોસ્પિટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટને મોકલાશે

ટોરન્ટો : ટોરન્ટોના પીયરસન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર વિદેશથી આવનારા પ્રવાસીઓનો કોવિડ -૧૯ ટેસ્ટ કરાશે. જે કવોરન્ટાઈનની અસરકારકતા ચકાસવાના સ્વૈચ્છિક અભ્યાસના આશયથી થશેમેકમાસ્ટર હેલ્થલેબ્સ, ધી ગ્રટર ટોરન્ટો એરપોર્ટ ઓથોરીટી અને એર કેનેડાના એક માસ માટેના તૈયાર થઈ રહેલા પ્રોજેકટ હેઠળ માહિતી એકત્ર કરાશે અને એમાં પ્રવાસીઓ પોતાના સેમ્પલ્સ રીસર્ચ માટે આપશે. જે ટર્મિનલમાં રહેલા સંશોધકોને મળશે અને અન્ય સેમ્પલ્સ પણ સાત અને ૧૪ દિવસ બાદના હશે જેનો અભ્યાસ થશે અને એના આધારે કવોરન્ટાઈનની અસરકારકતા જાણી શકાશેનાક અને ગળાના સ્વેબના સેમ્પલ્સને હેમિલ્ટન સ્થિત સેન્ટ જોસેફસ હોસ્પિટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટને મોકલવામાં આવશે.

પ્રોજેકટના કો-સ્પોન્સર્સ કહે છે કે, ટેસ્ટ કરાવનારાઓની નોંધણી પરિણામ મળ્યાના ૪૮ કલાકમાં ઈલેકટ્રોનિક રીતે થશે. જે ગોપનીય રાખવામાં આવશે અને ડેટા એનાલિસીસ માટે યુનિવર્સિટી ઓફ ટોરન્ટોની સ્કુલ ઓફ પબ્લિક હેલ્થને અલગ રીતે અપાશેગુરૂવારથી શરૂ થયેલા અભ્યાસનો ઉપયોગ વેસ્ટજેટ એરલાઈન્સ લિ. અને વાનકુંવર ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવાસીઓ માટે પાઈલોટ પ્રોજેકટ તરીકે કરાશે. જેનો ઉપયોગ  વર્ષની પાનખરમાં મોડેથી ઉપડનારી ફલાઈટસના પ્રવાસીઓ માટે સ્વૈચ્છિક ધોરણે કોરોના ટેસ્ટીંગ માટે કરવામાં આવશેપ્રાયોગિક અભ્યાસથી વાઈરસના કેરીયર્સનો બહોળો ખ્યાલ આવી શકશે અને વાઈરસના પ્રસારને કાબુમાં રાખવામાં ઉપયોગી બનશે. જેથી વધુને વધુ કેનેડીયનો હવાઈ મુસાફરી કરી શકેએર કેનેડાના ચીફ મેડીકલ ઓફિસર ડો.જિમ ચંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અભ્યાસથી પ્રવાસ પ્રતિબંધો અને કવોરન્ટાઈનનો વિકલ્પ મેળવી શકાશે. એરલાઈન અને કેનેડાના ઉદ્યોગો ફેડરલ સરકારના વિદેશ પ્રવાસ પરના પ્રતિબંધોની અવારનવાર ટીકા કરી રહયા છે. જેને કારણે કેનેડાના અર્થતંત્રને પણ અવળી અસર થઈ રહી છે.