Breaking News :
દિલ્હી MCD પેટાચૂંટણીમાં AAPનો 'ચોગ્ગો', ભાજપ-0, AAPના કાર્યકરોએ કહ્યું- 'થઈ ગયું કામ, જય શ્રીરામ' ગુજરાતની જનતાએ મત પેટીઓ છલકાવી, છતાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં કંજુસાઈ કરી, ના વેરામાં રાહત, ના કોઈ નવી યોજના કેવડિયામાં હવે ‘કમલમ્’ની ખેતી થશે, અમદાવાદ-મુંબઇ બુલેટ માટે 1500 કરોડ, મેટ્રો માટે રૂ.568 કરોડની ફાળવણી ભાજપની ટીકા કરનારા તાપસી પન્નુ-અનુરાગ કશ્યપના ઘરે આવકવેરાની ટીમ પહોંચી, ટેક્સ ચોરીનો આક્ષેપ પારલે બિસ્કિટ સામે કોર્ટમાં કેસ:ઓરિયોએ બિસ્કિટની ડિઝાઇન બાબતે કર્યો વિરોધ, 12 એપ્રિલે આગામી સુનાવણી ગુજરાત બજેટ :અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ.1500 કરોડની ફાળવણી,ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂપિયા 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

ટ્રેક્ટર પરેડ હિંસા : 26 જાન્યુઆરી દિવસે લાલ કિલ્લાના ગુંબજ પર ચડનાર આરોપીની ધરપકડ

February 22, 2021

નવી દિલ્હી- રાજધાની દિલ્હીની અંદર ગત 26 જાન્યુઆરીના દિવસે થયેલી ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા પર થેયલી હિંસાના કેસમાં દિલ્હી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે જસપ્રીત સિંહ ઉર્ફે સન્ની નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે 26 જાનન્યુઆરીના દિવસે થયેલી હિંસામાં તે સામેલ હતો. માત્ર એટલું જ નહીં લાલ કિલ્લાના ગુંબજ પર ચડેલા લોકોમાં તેનો પણ સમાવેશ થાય છે.


મળતી માહિતિ પ્રમાણે જસપ્રીત સિંહની ઉંમર 29 વર્ષ છે. તે દિલ્હીના સ્વરુપ નગરનો રહેવાસી છે. પોલીસ દ્વારા એક તસવીર પણ જાહેર કરવામાં આવી છે જેમાં દેખાઇ રહ્યું છે કે જસપ્રીત સિંહ લાલ કિલ્લા હિંસાના મુખ્ય આરોપીઓમાં સામેલ મનિંદર સિંહ ઉર્ફે મોનીની પાછળ લાલ કિલ્લાના ગુંબજ પર ઉભો છે. પોલીસનું કહેવું છે કે જસપ્રીત સિંહ હિંસા દરમિયાન ઇશારા કરતો પણ જોવા મળે છે.


વર્તમાન સમયે પોલીસ આરોપી સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસ એ જાણવાના પ્રયાસ કરી રહી છે કે હિંસા દરમિયાન બીજી કેટલા લોકો તેમાં સામેલ હતા? ઉલ્લેખનીય છે કે આ કેસમાં દીપ સિદ્ધુ અને મનિંદર સિંહની પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી છે.