યૂઝર્સનો ડેટા ગુપ્ત નહીં રાખવા બદલ ટ્વિટરને 15 કરોડ ડૉલરનો દંડ
May 28, 2022

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટરને લગતા વિવાદો સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યા. છેલ્લા છ વર્ષ દરમિયાન ટ્વિટરના યૂઝર્સનો ડેટા ગુપ્ત નહીં રાખવા બદલ ટ્વિટરે હવે 15 કરોડ ડૉલરના માતબર દંડની ચુકવણી કરવી પડશે. અને એટલું જ નહીં કંપનીએ સાથે જ યૂઝર્સના ડેટાની સંરક્ષા માટે નવા ધારાધોરણો પણ નક્કી કરવા પડશે.
અમેરિકાના ન્યાય વિભાગ અને સંઘીય વેપાર પંચે બુધવારે યૂઝર પ્રાઇવસી ભંગના મુદ્દે સમાધાનની જાહેરાત કરી હતી. અમેરિકન નિયામકોએ આરોપ કર્યો હતો કે ટ્વિટરે એફટીસીના 2011ના આદેશનો ભંગ કર્યો હતો. અમેરિકા સરકારે આરોપ કર્યો હતો કે મે, 2013 થી સપ્ટેમ્બર 2019 દરમિયાન, ટ્વિટરે પોતાના યૂઝર્સને કહ્યું હતું કે તે તેમના એકાઉન્ટની રક્ષા માટે તેમના ફોન નંબર અને ઇમેલ એડ્રેસિસ લઇ રહ્યું છે.
કંપની આ જણાવવામાં નિષ્ફળ રહી હતી કે તે આ માહિતીનો ઉપયોગ પ્લેટફોર્મ ટાર્ગેટેડ ઓનલાઇન જાહેરાતો યૂઝર્સને મોકલવા માટે કંપનીને સક્ષમ બનાવવા માટે કરશે. બુધવારે દાખલ કરવામાં આવેલા કેસમાં નિયામકોએ સાથે જ આ દાવો પણ કર્યો હતો કે ટ્વિટરે ખોટી રીતે દાવો કર્યો હતો કે તેણે યુરોપિયન યુનિયન અને સ્વિત્ઝર્લેન્ડમાં પણ અમેરિકાની ગુપ્તતા સમજૂતીનું અનુપાલન કર્યુ છે.
Related Articles
UAE ના ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે આવ્યું કોસ્ટગાર્ડ, 20 ભારતીયોને બચાવી લેવાયા
UAE ના ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે આ...
Jul 06, 2022
સઉદી અરબમાં મહિલાઓને મંત્રીમંડળમાં જવાબદારી
સઉદી અરબમાં મહિલાઓને મંત્રીમંડળમાં જવાબદ...
Jul 06, 2022
બ્રિટનમાં સરકાર પર કાળા વાદળો - વધુ બે મંત્રીઓના રાજીનામા
બ્રિટનમાં સરકાર પર કાળા વાદળો - વધુ બે મ...
Jul 06, 2022
શ્રીલંકા : મોંઘવારી 60%ને પાર, સરકાર નોટ છાપવાનું બંધ કરશે
શ્રીલંકા : મોંઘવારી 60%ને પાર, સરકાર નોટ...
Jul 05, 2022
આફ્રીકા મહાદ્વીપના એક દેશમાં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત
આફ્રીકા મહાદ્વીપના એક દેશમાં પુરુષો માટે...
Jul 05, 2022
સ્વિટ્ઝર્લેન્ડમાં ફૂગાવો જૂનમાં ૧૯૯૩ બાદની ટોચ પર પહોંચ્યો
સ્વિટ્ઝર્લેન્ડમાં ફૂગાવો જૂનમાં ૧૯૯૩ બાદ...
Jul 05, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022