સુરતમા મોડી રાત્રે બે મિત્રોને જાહેરમાં રહેંસી નંખાયા

December 19, 2021

સુરત :સુરતમાં ક્રાઈમ રેટનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. જે સુરત પોલીસ માટે પણ ચેલેન્જિંગ બની રહ્યું છે. સુરતમાં સતત હત્યાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં હત્યા ડબલ મર્ડરની ઘટના બની છે. પાંડેસરા તેરે નામ ચોકડી પાસે બે વેપારી યુવકોની હત્યા કરવામા આવી છે. બંને વેપારીઓ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
શનિવારે મોડી રાત્રે આ હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. પાંડેસરા વિસ્તારમાં ભોલા ઉર્ફે શિવશંકર જયસ્વાલ અને પ્રવીણ બાબુલાલ સોલંકી નામના બે મિત્રો રહે છે. તેઓ મોડી રાતે તેરે નામ ચોકડી પાસે ઉભા હતા, ત્યારે બાઈક પર બે અજાણ્યા ઈસમો ત્યા આવ્યા હતા. તેઓએ સૌથી પહેલા પ્રાવીણ સોલંકી પર હુમલો કર્યો હતો. આ જોઈ ભોળાભાઈ પ્રવીણને બચાવવા ગયા હતા, તો હુમલાખોરોએ તેમના પર પણ હુમલો કર્યો હતો. જેથી હુમલાખોરોએ ભોળાભાઈને ચપ્પુના 3 ઘા માર્યા હતા. જેથી બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યા હતા. જીવલેણ હુમલો કરીને હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. 


હત્યારા અને મૃતકો વચ્ચે શુ લેવડદેવડ હતી તે સામે આવ્યુ નથી. પરંતુ હુમલાખોરોમાંથી એક આરોપી તડીપાર હોવાનું સામે આવ્યું છે. આ આરોપી તડીપાર હોવા છતા સુરતમાં ખુલ્લેઆમ ફરે છે.  હુમલામાં ભોળાભાઈનું ઘટના સ્થળે જ હુમલો થયો હતો. હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ, ચપ્પુથી થયેલા હુમલામાં પ્રવીણભાઈનું લીવર ફાટી ગયુ હતું. જેથી સારવાર દરમિયાન તેમનુ રવિવારે સવારે મોત નિપજ્યુ હતું.