આફ્રીકા મહાદ્વીપના એક દેશમાં પુરુષો માટે બે લગ્ન કરવા ફરજિયાત

July 05, 2022

નવીદિલ્હી: ભારતમાં પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરી શકાય નહીં. દુનિયાના દરેક દેશમાં લગ્ન માટે જુદા-જુદા કાયદા છે, પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં પુરુષો માટે બે લગ્ન કરવા અનિવાર્ય છે. જો કોઇ પુરુષ બે લગ્ન કરવા માટે ઇનકાર કરે તો તેને પોતાનું જીવન સળીયાઓ પાછળ વિતાવવું પડી શકે છે. આફ્રીકા મહાદ્વીપના દેશોમાં લગ્નને લઇને અલગ-અલગ કાયદા છે, પરંતુ આવા કાયદા દુનિયાના અન્ય બીજા દેશમાં નથી. આફ્રીકા મહાદ્વીપના એક દેશમાં વિચિત્ર કાયદો છે. અહીં પુરુષો માટે બે લગ્ન કરવા અનિવાર્ય છે. જો કોઇ વ્યક્તિએ લગ્ન કરવાની ના પાડી, તો તેને આકરી સજા આપવામાં આવે છે. તમને આ દેશના કાયદા વિશે જાણીને આશ્ચર્ય થશે. તમે વિચારી રહ્યાં હશો કે શું કોઇ દેશમાં આવો કાયદો હોઇ શકે છે? આફ્રીકા મહાદ્વીપના આ દેશમાં બે લગ્ન કરવા માટે વિશેષ કાયદો બનાવવામાં આવ્યો છે. આ આફ્રીકન દેશનું નામ ઇરીટ્રિયા છે. અહીં પુરુષો માટે બે લગ્ન કરવા અનિવાર્ય છે. હવે પુરુષ ખુશીથી કરે કે મજબૂરીમાં. ઇરીટ્રિયામાં બે લગ્ન કરવા અનિવાર્ય છે. જો કોઇ પુરુષ લગ્ન કરવા અથવા બે પત્નીઓ રાખવાની ના પાડે તો તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે છે. જો કોઇ બે લગ્ન કરવાનો ઇનકાર કરે તો તેને આજીવન જેલની સજા મળે છે. આ દેશમાં મહિલાઓ માટે આ ખાસ કાયદો બનાવવામાં આવ્યો છે. ઇરીટ્રિયામાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. ઇરીટ્રિયાનું ઇથિયોપિયા સાથે ગૃહયુદ્ધ ચાલે છે, જેના કારણે અહીં મહિલાઓની સંખ્યા વધુ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ દેશમાં મહિલાઓ માટે પણ મોટો કાયદો છે. અહીં મહિલાઓ પુરુષોને બે લગ્ન કરવા માટે રોકી શકે નહીં. જો તેણે પુરુષ માટે બે લગ્ન કરવામાં કોઇ અડચણ પેદા કરી તો તેને પણ જેલમાં નાંખી દેવામાં આવે છે.