પશ્ચિમ ઓકલેન્ડના દરિયામાં નાહવા પડેલા અમદાવાદના બે યુવકના ડૂબી જવાથી મોત
January 23, 2023

પશ્ચિમ ઓકલેન્ડના પીહા ખાતે શનિવારે દરિયામાં ડૂબી જતાં અમદાવાદના બે યુવકોના મોત થયા છે. ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા પણ બંનેનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને અમદાવાદ ખાતે રહેતાં તેમનાં માતા-પિતાને જાણ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી યુવકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પ્રાથમિક સારવાર બાદ પણ યુવકોને બચાવવામાં સફળતા મળી ન હતી. સમગ્ર મામલે ભારતીય હાઇ કમિશન હાલ પરિવારના સંપર્કમાં છે અને મૃતદેહને ભારત પરત મોકલવા અંગે તજવીજ હાથ ધરી છે. ઓકલેન્ડ શહેર વિસ્તારમાં 48 કલાકની અંદર દરિયામાં પાંચ લોકો ડૂબી જવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહનું ઓકલેન્ડના દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર પીહા બીચ પર ઇમર્જન્સી ક્રૂને સાંજે 6 વાગ્યા પછી બોલાવવામાં આવ્યા હતા. લાઇફ્ગાર્ડ્સ દ્વારા બંને યુવકોને દરિયામાંથી બહાર કાઢીને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જ્યારે અંશુલ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતા અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતો.
ઓકલેન્ડના લાઇફ્ગાર્ડે જણાવ્યું હતું કે, સ્વિમર્સને સાંજે 6 વાગ્યે પછી દરિયામાં સ્વિમિંગ કરવા ઉપર એલર્ટ આપેલું છે. અમે પાણીમાંથી એકનું રેસ્ક્યુ કર્યુ અને તરત જ દરિયામાં ડુબી રહેલા બીજા વ્યક્તિ ઉપર નજર પડી. બંને વ્યક્તિ પેટ્રોલિંગ એરિયાની બહાર સ્વિમિંગ કરતા હતા. અમે બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
Related Articles
કોરોના અંગે WHOની ચેતવણી... વિશ્વભરમાંથી ક્યારે ખતમ નહીં થાય વાયરસ, ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહેશે યથાવત્
કોરોના અંગે WHOની ચેતવણી... વિશ્વભરમાંથી...
Feb 03, 2023
રાષ્ટ્રપતિ બાઈડનનુ એલાનઃ અમેરિકામાં કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી ખતમ થશે
રાષ્ટ્રપતિ બાઈડનનુ એલાનઃ અમેરિકામાં કોવિ...
Jan 31, 2023
ભારત સૌથી ઝડપી વિકાસ દર ધરાવશે, વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી થવાના અનુમાન:IMF
ભારત સૌથી ઝડપી વિકાસ દર ધરાવશે, વિશ્વની...
Jan 31, 2023
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા આતંકી સંગઠન જાહેર
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સા...
Jan 31, 2023
નામિબિયા બાદ દક્ષિણ આફ્રિકા ભારતને 10 વર્ષમાં આપશે 100 ચીત્તા
નામિબિયા બાદ દક્ષિણ આફ્રિકા ભારતને 10 વર...
Jan 31, 2023
પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 46ના મોત, 150 ઇજાગ્રસ્ત
પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 46ના...
Jan 30, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023