U-19 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ જાહેર:ઈન્ડિયન ટીમ પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે, ટૂર્નામેન્ટ 14 જાન્યૂઆરીથી શરૂ થશે, 5 ફેબ્રુઆરીએ ફાઈનલ

November 18, 2021

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ આગામી વર્ષે વેસ્ટઈન્ડિઝમાં આયોજિત કરાશે. ICCએ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. વળી વેસ્ટ ઈન્ડિઝમાં પહેલીવાર અંડર-19 વર્લ્ડ કપ આયોજિત કરાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની મેચ 14 જાન્યૂઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. જેમાં 16 દેશની ટીમ ભાગ લેવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચ રમાશે જેમાં ઈન્ડિયન ટીમના અભિયાનની શરૂઆત 15 જાન્યૂઆરીથી શરૂ થશે. ઈન્ડિયાને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ આફ્રિકા સિવાય આયરલેન્ડ અને યુગાંડા જેવી ટીમો છે.

ન્યૂઝીલેન્ડ આ અંડર-19 વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં, કારણ કે તેને પરત ફર્યા પછી અનિવાર્ય ક્વોરન્ટીન નિયમોનું પાલન કરવું પડશે. તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમને સામેલ કરાઈ છે.

અંડર-19 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ચાર ખિતાબ જીતી ચૂક્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 3 વાર, પાકિસ્તાન 2 વાર અને ઇંગ્લેન્ડ-દ.આફ્રિકા-બાંગ્લાદેશ અને વેસ્ટઈન્ડિઝની ટીમ 1-1 વાર ટાઈટલ જીતી ચૂકી છે. જ્યારે 2016માં વેસ્ટ ઈન્ડિઝે આ ખિતાબ જીત્યો હતો.

ટીમ અને ગ્રુપની માહિતી

  • ગ્રુપ એ- બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, કેનેડા, સંયુક્ત અરબ અમીરાત
  • ગ્રુપ બી- ભારત, આયરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગાંડા
  • ગ્રુપ સી- અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પાપુઆ ન્યૂ ગિની, ઝિમ્બાબ્વે
  • ગ્રુપ ડી- ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ

    ICC U-19 વર્લ્ડ કપ ક્યાં-ક્યાં રમાશે

  • સેંટ કિટ્સ એન્ડ નેવિસ- વોર્નર પાર્ક, કોનારી, (સેંડી પોઈન્ટ-વોર્મ અપ મેચ)
  • ગુયાના- ગુયાના નેશનલ સ્ટેડિયમ, (એવરેસ્ટ-વોર્મ અપ મેચ)
  • ત્રિનિદાદ અને ટોબૈગો- બ્રાયન લારા ક્રિકેટ ગ્રાઉન્ડ, ક્વીંસ પાર્ક ઓવલ, ડિએગો માર્ટિન
  • એન્ટીગુઆ અને બારબુડા- સર વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કૂલિઝ ક્રિકેટ ગ્રાઉન્ડ