U-19 વર્લ્ડ કપ પર ફરી કોરોના એટેક, કેનેડાના 9 ખેલાડીઓ સંક્રમિત, 2 મેચ રદ

January 29, 2022

વેસ્ટઈન્ડિઝમાં રમાતી અંડર-19 વર્લ્ડ કપ પર ફરી કોરોના એટેક થયો છે. આ વખતે કેનેડાના 9 ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા છે. આ સંજોગોમાં 2 મેચ રદ કરવી પડી છે. કેનેડાની આજે સ્કોટલેન્ડ સાથે મેચ થવાની હતી. આ મેચના વિજેતાની ટક્કર રવિવારે યુગાન્ડા સાથે થવાની હતી. આ પહેલાં ભારતના 6 ખેલાડી કોરોના પોઝિટિવ થયા હતા. જોકે તેની મેત ઉપર કોઈ અસર થઈ નહતી.