UAEની કંપનીએ પાકિસ્તાની બેંક સામે કર્યો અરબોનો દાવો

November 21, 2021

UAE-સ્થિત એક વેપાર અને રોકાણમાં કામ કરતી કંપનીએ સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાન (સ્ટેટ બેંક અથવા SBP) અને ખાનગી બેંક સામે રૂ. 74 અરબનો દાવો દાખલ કર્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. પાકિસ્તાન સ્થિત એક અખબાર અનુસાર, એનર્જી ગ્લોબલ ઇન્ટરનેશનલ FZE નામની કંપનીએ ડિસેમ્બર 2012માં બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અને વિદેશી મુદ્રા ખાતાને ગેરકાયદેસર રીતે રૂપિયાવાળા ખાતામાં બદલવાની ‘ગેરકાયદેસર’ ગતિવિધિને કારણે સેન્ટ્રલ બેંકની સામે નુકસાનીને લઈને એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.


રિપોર્ટ અનુસાર, એક ખાનગી બેંકને પણ નાણામુક્ત ન કરવા બદલ સિંધ હાઈકોર્ટ (SHC)માં દાખલ કરાયેલા દાવામાં પક્ષકાર બનાવવામાં આવી છે. કોર્ટના દસ્તાવેજોમાં જણાવાયું છે કે સિંધ હાઈકોર્ટે એસબીપી અને બેંકસ્લામીના પ્રતિનિધિઓને આ મામલે નુકસાનીનો દાવો કરવા માટે આવતા વર્ષે 15 ફેબ્રુઆરીએ કોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ડિસેમ્બર 2012માં સેન્ટ્રલ બેંક ઓફ પાકિસ્તાને કંપનીના ખાતા સીલ કરી દીધા હતા.


પાકિસ્તાની બેંકે આ પગલું અમેરિકા દ્વારા કંપની પર પ્રતિબંધ મૂક્યાના છ મહિના પહેલા ભર્યું હતું. આ હકીકત હોવા છતાં પાકિસ્તાની કાયદાઓ યુએસ પ્રતિબંધોને સ્વીકારતા નથી. કોર્ટમાં દાખલ કરાયેલા દાવામાં કંપનીએ કહ્યું છે કે, SBPની કાર્યવાહી દ્વિપક્ષીય રોકાણ સંધિ અને વિદેશી રોકાણકારોની સુરક્ષા માટે જારી કરાયેલા પરિપત્રની વિરુદ્ધ છે. બેંક ખાતાઓ ફ્રીઝ કરતા પહેલા કંપનીને ક્યારેય જાણ કરવામાં આવી ન હતી.


એનર્જી ગ્લોબલે કોર્ટને વિનંતી કરી છે કે બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અને તેને રૂપિયાના ખાતામાં રૂપાંતરિત કરવાની કેન્દ્રીય બેંકની કાર્યવાહીને તાત્કાલિક ગેરકાયદે જાહેર કરે. તેણે બેંક ખાતાઓ અનફ્રીઝ કરવા અને રોકવામાં આવેલી રાશિને મુક્ત કરવા માટે પણ વિનંતી કરી છે. આ સાથે, એનર્જી ગ્લોબલે SBP ગવર્નરને ગયા વર્ષે ડિસેમ્બરમાં અને આ વર્ષે જાન્યુઆરીમાં ફરીથી પત્રો લખીને તેમને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. જેથી કંપનીને તેના પૈસાનો ઉપયોગ કરવા અને મે 2015થી પૈસા પર મેળવેલ લાભને પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની મંજૂરી મળી શકે