ઉદ્ધવ ઠાકરે, શરદ પવારને આવકવેરા વિભાગે નોટિસ આપી

September 22, 2020

મુંબઇ : સંસદમાં એક તરફ વિપક્ષ અને સરકાર વચ્ચેની લડાઈ ચાલી રહી છે ત્યારે બીજી તરફ એનસીપીના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર ,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા તેમના પુત્ર આદિત્ય ઠાકરે ને આવકવેરા વિભાગ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે.

એવું મનાઈ રહ્યું છે કે આ નોટિસ થકી છેલ્લા કેટલાક ચૂંટણીઓમાં તેમણે રજૂ કરેલા સોગંદનામામાં જાણકારી માગવામાં આવી છે. એમ પણ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તકરાર ચાલી રહ્યો છે. ત્યારે અપાયેલી નોટિસ રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શરદ પવાર દ્વારા અને શિવસેના દ્વારા સતત કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે .

શરદ પવારને નોટિસ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આવકવેરા વિભાગ કેટલાક લોકોને વધારે પ્રેમ કરે છે.