યૂક્રેને રશિયાના સુખોઇ બોમ્બર સહિત 4 ફાઇટર જેટ ફૂંકી માર્યાં
May 15, 2023

ખારકિવ : રશિયા-યૂક્રેન યુદ્ધ વકરી રહ્યું છે. રશિયન મીડિયાના એક અહેવાલ મુજબ રશિયાએ બ્રાંસ્ક ક્ષેત્રમાં યૂક્રેન સરહદ નજીક રશિયાના ચાર યુદ્ધ વિમાન તોડી પાડયા છે. બ્રાંસ્ક ક્ષેત્રમાં રશિયાનું એક સુખોઇ એસયુ-34 ફાઇટર બોમ્બર, એક એસયુ-35 ફાઇટર અને બે એમઆઇ-8 હેલિકોપ્ટર યૂક્રેન સરહદ નજીક હવામાં જ ફૂંકી મરાયા હતા. આ ચારેય યુદ્ધ વિમાનો યૂક્રેનના ચેર્નિહાઇવ ક્ષેત્રમાં લક્ષ્ય પર મિસાઇલ અને બોમ્બથી હુમલા કરવાના હતા. આ વ્યૂહરચના અંતર્ગત હેલિકોપ્ટર સુખોઇ યુદ્ધ વિમાનના ક્રૂ મેમ્બર્સને લેવા ગયા હતા ત્યારે જ તેમને તોડી પાડવામાં આવ્યા.
કેટલાક સૈન્ય બ્લોગર્સ દ્વારા પણ આ દાવો કરાયો છે. જોકે રશિયાના સંરક્ષણ મંત્રાલય કે યૂક્રેન તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી. યૂક્રેન સામાન્ય રીતે રશિયન ક્ષેત્રમાં હુમલાના અહેવાલો અંગે ટિપ્પણી કરવાનું ટાળતું આવ્યું છે. બીજી તરફ યૂક્રેન સમર્થક સોશિયલ મીડિયામાં રશિયાના ચાર યુદ્ધ વિમાન તોડી પડાયાના સમાચાર છવાયા હતા.
Related Articles
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર્મી જ શાસન કરી રહી છે : ઈમરાન ખાન
પાકિસ્તાન મૂર્ખાઓનુ સ્વર્ગ, 75 વર્ષથી આર...
May 30, 2023
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શાંઘાઈમાં છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શ...
May 30, 2023
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા, બે મહિનામાં બીજી ઘટના
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ગો...
May 30, 2023
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહિત 9 લોકો ઘાયલ
અમેરિકાના ફ્લોરિડામાં ફાયરિંગ, 3 સગીર સહ...
May 30, 2023
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેતાઓએ આપ્યા અભિનંદન, PM મોદીએ ટ્વિટ કર્યું
એર્દોગનની ઐતિહાસિક જીત પર દુનિયાભરના નેત...
May 30, 2023
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યકરો પર થઈ રહ્યા છે બળાત્કાર
ઈમરાન ખાનનો ગંભીર આરોપ- PTI મહિલા કાર્યક...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023