રશિયાના યુદ્વ વચ્ચે યૂક્રેની ખગોળવાદીઓનો દાવો, કીવના આકાશમાં UFO જોવા મળ્યુ

September 17, 2022

નવી દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ છ મહિના કરતાં વધુનો સમય થઇ ગયો છે, ત્યારે યુક્રેનની નેશનલ એકેડમી ઓફ સાયન્સની મેન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીએ એક વિચિત્ર દાવો કર્યો છે. આ અંગે તેમણે એક સત્તાવાર અહેવાલ પણ જાહેર કર્યો.

આ અહેવાલ પ્રમાણે રાજધાની કિવનું આકાશ અજાણી ઉડતી વસ્તુઓ (યુએફઓ) જોવા મળ્યુ છે. આકાશમાં શું ઉડી રહ્યું છે, અત્યાર સુધી તેમની યોગ્ય ઓળખ થઈ શકી નથી. આવી સ્થિતિમાં ઓબ્ઝર્વેટરી સમજી શકતી નથી કે, આ એલિયન્સ છે કે દુશ્મન દેશની ચાલ છે? 

એક અહેવાલ પ્રમાણે યુક્રેનિયન ખગોળશાસ્ત્રીઓએ કિવ અને આસપાસના વિસ્તારોમાં ઓછી-દૃશ્યતાની વસ્તુઓનું નિરીક્ષણ કરવાની વાત કરી છે, કિવના હવામાન સ્ટેશનો અને દક્ષિણમાં લગભગ 75 માઇલ દૂર વિનારીવકા ગામથી તેઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું,પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઈ નથી.

સરકારી એજન્સીઓ આવી ઘટનાઓને UAP એટલે કે, અજ્ઞાન હવાઇ ઘટનાના રૂપમાં ઓળખે છે. ટીમે તેના અહેવાલમાં લખ્યું છે કે, અમે મોટી સંખ્યામાં વસ્તુઓનું નિરીક્ષણ કરીએ છીએ અને અમે તેને દરેક જગ્યાએ જોઈએ છીએ. રિસર્ચ ટીમે આ UAPને બે કેટેગરીમાં વહેંચી છે.

તેજસ્વી અને અંધારામાં આવતી આ વસ્તુઓ પ્રથમ કેટેગરી કોસ્મિક્સ (Cosmics)છે, જ્યારે બીજી Phantoms છે. સામાન્ય ભાષામાં, ફેન્ટમનો અર્થ પડછાયો અથવા આભાસ થાય છે. આમાં, કોસ્મિક્સ તેજસ્વી પદાર્થો છે, જે આકાશ કરતાં વધુ તેજસ્વી છે, જ્યારે ફેન્ટમ્સ અંધેરી વસ્તુઓ છે. આ પુરી ઘટનાઓ કાળી દેખાઇ દે છે. 

આ અંગે યુએસની ગુપ્તચર એજન્સીઓએ કહ્યું કે, આ ઉડતી વસ્તુઓ શોધવા માટે ખૂબ જ ક્ષણિક છે, જે લાઈવ સાયન્સ અનુસાર યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં વાપરવામાં આવતા વિમાન અને ડ્રોનના ઉપયોગ તરફ પણ ઇશારો કરે છે.