ઉના પાસે પગ લપસતા પિતા તળાવમાં ગરકાવ થયા, બચાવવા ગયેલા બે પુત્રો સહિત પિતાનું પણ મોત

July 25, 2021

ઉના ઃ ગીર સોમનાથના ઉનાના ઠીકરીયા ખારા વિસ્તારમાં એક માલધારી પરિવાર સાથે કરૂણ ઘટના ઘટી છે. ઉનાના ઠીકરીયા ખારા વિસ્તારમાં આવેલ તળાવમાં માલધારી પરિવારના પિતા તથા બે પુત્રો ડુબી જવાથી મોત નિપજ્યા છે. પિતા સહિત 2 પુત્રના ડૂબી જતા મોત થવાની ઘટનાથી ઠીકરીયા ખારા વિસ્તાર ગમગીની છવાઇ ગઇ છે.
ઉનાના ઠીકરીયા ખારા વિસ્તારમાં આવેલ તળાવમાં માલધારી પરિવાર ઘેટા ચરાવી રહ્યો હતો તે દરમિયાન પિતાનો પગ લપસતા તેઓ તળાવમાં પડી ગયા હતા. જેને જોઇ બંન્ને પુત્રો પોતાના પિતાનો જીવ બચાવવા માટે તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે આ ઘટનામાં પિતાને બચાવવા તળાવમાં ઉતરેલા બંન્ને બાળકો અને પિતાનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ ફાયર ફાઇટરના જવાનો દ્રારા અડધી કલાકની જહેમદ બાદ પિતા અને બન્ને પુત્રોના મૃતદેહો શોધી કઢાયા હતા અને તળાવમાંથી બહાર નિકાળ્યા હતા. આ ઘટનાથી ઠીકરીયા ખારા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.