અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર રવિ પુજારીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અમદાવાદ લવાયો

July 19, 2021

અમદાવાદ ઃ અંડરવર્લ્ડ ડોન અને ખતરનાક ગેંગસ્ટર રવિ પુજારીને આજે બેંગ્લુરૂથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બેંગ્લુરૂ પહોંચી હતી. અને અહીં રવિ પુજારીની કસ્ટડી મેળવીને તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. બોરસદ ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડી મેળવી લીધી છે. આ ઉપરાંત 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરિંગનો કેસ પણ રવિ પુજારી પર છે. ગેંગસ્ટર રવિ પુજારીની બોરસદ ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

રવિ પુજારીને બેંગાલુરુથી અમદાવાદ ટ્રાન્ઝીટ રિમાન્ડ મેળવી લાવવામાં આવ્યો છે. હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ-અલગ 14 ગુનામાં રવિ પુજારીની તપાસ કરશે. 10 ગાડીઓના કોનવે અને બુલેટ પ્રુફ ગાડીના કોન-વેમાં રવિ પુજારીને બોરસદ લઈ જવાશે.

કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીએ કરોડો રૂપિયાની ખંડણી લોકો પાસેથી ઉઘરાવી હતી. તેની ધરપકડ આફ્રિકાથી કરવામાં આવી હતી. અને હાલમાં છેલ્લે તે મહારાષ્ટ્રની જેલમાં બંધ હતો. અમદાવાદ સહિત ગુજરાતના અનેક ગુનાઓમાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિ પુજારીની કસ્ટડી લેવા માટે બેંગ્લુરૂ પહોંચી હતી અને ટ્રાન્ઝિક્ટ રિમાન્ડને આધારે તેની કસ્ટડી મેળવી આજે સાંજે તેને અમદાવાદ લવાયો છે.


વર્ષ 2017માં બોરસદમાં કોર્પોરેટેર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને તે ગુનામાં રવિ પુજારી ફરાર હતો. અને આ કેસને મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ રવિ પુજારીની કસ્ટડી મેળવી અમદાવાદ લાવી છે. રવિ પુજારી સામે દેશભરમાં 60થી વધારે ગુનાઓ છે. હવે અમદાવાદ સહિત ગુજરાતમાં નોંધાયેલ કેસોમાં વોન્ટેડ હતો તે કેસોમાં તેની ધરપકડ કરાઇ છે.
રવિ પુજારી સામે 2017માં અપક્ષ કાઉન્સિલર પર ફાયરિંગનો કેસ છે. હારેલા ઉમેદવારના પુત્ર ચંદ્રેશ પટેલે જ સોપારી આપી હતી. આ મામલે અગાઉ પોલીસે 3 શૂટરોને ઝડપી પાડ્યા હતા. હવે આ મામલે રવિ પુજારીની ધરપકડ થયા બાદ તેને સ્થાનિક લેવલે સાથ આપનાર સાથીદારોનો ખુલાસો થઈ શકે છે.