યુએસ જમીની સરહદ બંધ થતા શિયાળુ મુસાફરીની યોજનામાં વિઘ્ન સંભવ

October 12, 2021

ટોરોન્ટો- યુનાઇટેડ સ્ટેટ્સની જમીની સરહદ હજુ પણ બિન-આવશ્યક મુસાફરી માટે બંધ હોવાથી નિષ્ણાતો કહે છે કે, કેટલાક કેનેડિયન સ્નોબર્ડે સતત બીજો શિયાળો ઘરમાં જ કાઢવો પડશે એવું લાગી રહ્યું છે. 21 ઓક્ટોબરે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી માટે એ જાહેર કરવાની અંતિમ મર્યાદા છે કે શું તે  કેનેડા-યુ.એસ.ની જમીની સરહદ પર આ મુસાફરી પ્રતિબંધોને હળવો કરવાની યોજના ધરાવે છે કે આ પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવવાની યોજના ધરાવે છે. કોઈ ચોક્કસપણે જાણતું નથી કે, યુ.એસ.એ જમીન સરહદ કેમ બંધ રાખી છે. જ્યારે કેનેડિયનો હજી પણ હવાઈ માર્ગે ત્યાં જઈ  શકે છે. પરંતુ ટોરોન્ટો ટ્રાવેલ ઈન્સ્યોરન્સ બ્રોકર માર્ટિન ફાયરસ્ટોન કહે છે કે, તે પોતાના ગ્રાહકોને વિશ્વાસ રાખવા કહે છે કે સરહદ ઓક્ટોબરમાં ફરી ખુલશે. જેમ જેમ વધુ અમેરિકનો અને કેનેડિયનોને રસી લઇ રહ્યા છે તેમ, કેનેડિયન સ્નોબર્ડ્સ એસોસિયેશન (CSA) કહે છે કે તે આશા રાખે છે કે, આ શિયાળામાં મોટાભાગના સ્નોબર્ડ દક્ષિણની મુસાફરી કરી શકશે. 
સી.એસ.એ.ના પ્રવક્તા ઇવાન રાચકોવ્સ્કીએ મીડિયાને એક ઇમેઇલમાં જણાવ્યું હતું કે, કેનેડિયન સ્નોબર્ડ્સ યુ.એસ.માં પરત ફરવા માટે ઉત્સાહ અનુભવી રહ્યા છે. પરંતુ વર્તમાન પ્રતિબંધ ફરી એક વખત તેમની યોજનાઓને અવરોધે છે. રાચકોવ્સ્કીએ બુધવારે કહ્યું હતું કે "70 ટકાથી વધુ કેનેડિયન સ્નોબર્ડ્સ કેનેડિયન વાહનોમાં યુનાઇટેડ સ્ટેટ્સ જાય છે. પરંતુ યુએસ જમીન સરહદ બંધ હોવાથી આ પ્રવાસીઓમાં નિરાશાનું કારણ બની રહ્યું છે.
રાચકોવ્સ્કીએ કહ્યું હતું કે "સીએસએએ બાઇડેન વહીવટીતંત્રને જમીન સરહદ પરના વર્તમાન પ્રતિબંધો હટાવવા માટે રજૂઆત કરી છે. કારણ કે, કેનેડિયન સરકારે આ વર્ષની શરૂઆતમાં અમેરિકન પ્રવાસીઓનું સંપૂર્ણ રસીકરણ કર્યું હતું." બાઇડેન વહીવટીતંત્રે સપ્ટેમ્બરમાં જાહેરાત કરી હતી કે, મોટાભાગના પુખ્ત વિદેશી નાગરિકોએ નવેમ્બરની શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સ મુસાફરી કરવા માટે COVID-19 સામે સંપૂર્ણ રસીકરણ કરાવવું પડશે. જો કે, આ નવી નીતિમાં ખાસ કરીને જમીન સરહદ પરની મુસાફરીને કેવી રીતે અસર કરશે તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી. હોમલેન્ડ સિક્યુરિટીના અલેજાન્દ્રો માયોરકાસે અગાઉ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, યુ.એસ.ને જમીન પ્રવાસ પરના પ્રતિબંધો વહેલા હળવા થવાની આશા હતી. પરંતુ ડેલ્ટા વેરિએન્ટે તે યોજનાઓમાં વિલંબ કર્યો છે.