બિહારના દરભંગામાં એઈમ્સ બનાવવા કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

September 16, 2020

નવી દિલ્હી: બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં દરભંગામાં એઈમ્સ બનાવવા કેન્દ્રીય કેબિનેટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ તેનું નિર્માણ કરવામાં આવશે. કેબિનેટ દ્વારા તેના માટે રૂ. ૨,૨૫,૦૦૦ના ફિકસ્ડ પે તેમજ એનપીએ સાથે ડિરેકટરની એક પોસ્ટ ઊભી કરવા પણ નિર્ણય લીધો હતો. આ એઈમ્સ રૂ. ૧૨૬૪ કરોડના ખર્ચે બનાવવામાં આવશે અને સરકાર દ્વારા મંજૂરીની તારીખથી ૪૮ મહિનામાં તેને કાર્યરત કરાશે. મોદીએ તાજેતરમાં જ બિહારના યુવકો અને તેમની કુશળતાનાં વખાણ કર્યા હતાં અને બિહારને ટેલેન્ટનું પાવર હાઉસ ગણાવ્યું હતું. બિહારમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે તે પહેલાં પીએમ મોદીએ મંગળવારે બિહારને રૂ. ૫૪૧ કરોડના વધુ સાત પ્રોજેક્ટનું શિલારોપણ કર્યું હતું.