કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

July 06, 2022

કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. તેમનો રાજ્યસભામાં કાર્યકાળ આવતીકાલે પૂરો થવા જઈ રહ્યો છે.

આ અગાઉ કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએ નકવીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. તેમને રાજીનામાથી એવી શક્યતા વહેતી થઈ છે કે તેઓ પક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.