પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો અનોખો વિરોધ, ખેડૂતે પોતાની બાઇક વૃક્ષ પર લટકાવી દીધી!

February 22, 2021

નવી દિલ્હી : દેશની અંદર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ભડકો થયો છે. છેલ્લા 15 દિવસોથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આ વધારો એટલો ઐતિહાસિક છે કે દેશમાં પ્રથમ વખત કેટચલીક જગ્યાએ પેટ્રોલની કિંમત 100 રુપિયાને પાર પહોંચી છે. આ વધતી કિંમતોને કારણે દેશનો સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ગયો છે. 

આ ભાવ વધારાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ અને લોકો કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તો આ તરફ ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં એક વ્યક્તિએ બિલકુલ અલગ અંદાજમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતનો વિરોધ કર્યો છે. પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાથી નારાજ એક વ્યક્તિએ પોતાની બાઇકને વૃક્ષ પર લટકાવી દીધી છે.

રોહના ગામની અંદર આ અનોખા વિરોધ પ્રદર્શનને જોવા માટે લોકોની ભીડ પમ લાગી છે. રવિવારે રાહુલ નામના ગામના એક ખેડૂતે પેટ્રોલના વધતા ભાવને લઇને પોતાની બાઇકને વૃક્ષ પર લટકાવી દીધી છે. રાહુલે કહ્યું કે ખેડૂતોને ખેતપેદાશોના ભાવ નથી મળતા, પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે.