UP હોડી દુર્ઘટનામાં ગુમ થયેલા 5 લોકો જીવતા મળ્યા

August 13, 2022

બાંદા : રક્ષાબંધનના દિવસે ઉત્તરપ્રદેશના બાંદામાં યમુના નદીમાં હોડી ડૂબી જવાની ઘટનામાં 8 લોકોના મૃતદેહ શનિવારે મળ્યા છે. આ મૃતદેહ પાણીના વહેણમાં તણાઈને ફતેહપુર બોર્ડર સુધી પહોંચી ગયા હતા. આ સાથે જ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 11એ પહોંચી છે. આ દુર્ઘટનામાં ગુમ થયેલા 5 લોકો જીવતા મળ્યા છે. જે વાતની પુષ્ટિ પોલીસ વેરિફિકેશનમાં થઈ છે. હોડીમાં 35 લોકો સવાર હતા, હજુ 4 લોકો લાપતા છે.