UPSC ટોપર ટીના ડાબીની છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી

November 21, 2020

નવી દિલ્હીઃ ભોપાલની ટીના ડાબી 2015માં યુપીએસસીમાં ટોપર બની હતી. ટીના ડાબીએ વર્ષ 2018 માં, 2015ની બેચમાં સેકન્ડ-ટોપર અતહર આમિર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નનાં કારણે ટીના ડાબી લાઇમલાઇટમાં આવી હતી. હવે ફરી એકવાર તે ચર્ચામાં છે. ટીના ડાબી અને અતહર આમિરે જયપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે  ખરેખર, બંનેએ એક બીજાથી અલગ થવાનું નક્કી કર્યું છે. એકબીજાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા પછી, બંને કાશ્મીરનાં સુંદર અને રમણિય માહોલમાં કાયમ માટે એકબીજાનાં થયા હતાં. ટીના અને અતહરે કાશ્મીરનાં સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામને પોતાનું લગ્ન સ્થળ તરીકે પસંદ કર્યું હતું. એવું પણ કહેવામાં આવે છે કે અતહર અને ટીના IASની તાલીમ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. કાશ્મીરનો રહેવાસી અતહર આમિર ખાન સિવિલ સર્વિસિસ પરીક્ષા 2015માં જ બીજા સ્થાને રહ્યો હતો. આઈએએસ તાલીમ પૂર્ણ કર્યા પછી, ટીના ડાબીને તેની પ્રથમ પોસ્ટિંગ ઓક્ટોબર 2018માં ભિલવાડાનાં એસડીએમનાં હોદ્દા પર મળી હતી.