Breaking News :
ગુજરાતમાં કોરોના. અમદાવાદમાં સૌથી વધુ મોત સાથે રાજ્યમાં 1540 કેસ રશિયા-જર્મનીમાં 24 કલાકમાં સૌથી વધારે મોત; બ્રિટનમાં 2 લાખ કરોડ રૂપિયાનો ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રોગ્રામ ફેઈલ કેન્દ્રની કોરોના અંગે નવી ગાઈડલાઈન:રાજ્યો તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંક્રમણ અટકાવવા નિયંત્રણો લાદવા નિર્ણય લઈ શકે છે હિમાચલમાં હિમવર્ષાને લીધે અટલ ટનલ બંધ; રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની શક્યતા અમદાવાદ : કોરોના ટ્રાયલ વેક્સિન થ્રિ લેયર સિક્યુરિટી, આવતી કાલ સવારે 10 વાગ્યાથી શરૂ થશે પરિક્ષણ છોટા ઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે માત્ર 2 કોરોના પોઝિટિવ કેસ છતા આખું ગામ જડબેસલાખ બંધ

અર્બન હિરોઃ મહામારીના સમયમાં સ્કારબોરોના ઝાકિર પટેલ આવ્યા જરૂરીયાતમંદોની વહારે

October 27, 2020

  • માર્ચ મહિનાથી અમલી લોકડાઉનમાં વિદેશી વિદ્યાર્થીઓ અને વરિષ્ઠોને ભોજન અપાયું

સ્કારબોરો: માર્ચના અંતે જયારથી કોવિડ -૧૯ને કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ ત્યારથી ઝાકિર પટેલ અને તેના કેટલાક મિત્રોએ સ્કારબોરો મુસ્લિમ એસોસિયેશન સાથે મળીને જરૂરતમંદ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વયસ્ક નાગરિકોને ભોજન પુરૂ પાડવાની યોજના બનાવી હતી.

એસોસિયેશનના મેનેજમેન્ટને આ વિચાર પસંદ આવી ગયો અને ચાર મિત્રોએ સાથે મળીને આ કામ શરૂ કર્યું હતુ. ઝાકિર પટેલ એક સ્કુલના ટ્રસ્ટી અને લાંબા સમયથી સ્કારબોરોમાં રહે છે. તેમણે કહ્યુંં કે આ પ્રોજેકટ ભોજન પુરૂ પાડવાનો હતો. જેમાં બે મહિના સુધી દરરોજ તાજું ભોજન હજારો લોકો સુધી પહોંચાડવાનું હતું. 
વિદેશી વિદ્યાર્થીઓ, સિનીયર સિટીઝન્સ અને કવોરન્ટાઈનમાં રહેનારા લોકોને માટે દરરોજ અંદાજે ૬૦૦ ફુડ પેકેટસ ઝાકીર તેના મિત્રો સાથે મળીને તૈયાર કરતા અને જરૂરતમંદો સુધી એને પહોંચાડતા હતા. માર્ચના અંતથી મે માસ સુધી તેમણે આ પ્રોજેકટ ચલાવ્યો હતો. એ ઉપરાંત જીવન જરૂરી ચીજો, દવાઓ પણ સિનીયર સિટીઝન્સ સુધી પહોંચાડવામાં આવતી હતી. 

તેમણે કહ્યુંં કે, એકવાર મારા ફેસબુક પેજ પર સ્કારબોરોના એક રહિશ મહિલાની રીકવેસ્ટ આવી અમે તેમનું સરનામુ માંગ્યુ અને તેઓ એમના સુધી મદદ પહોંચી હતી. 
ત્યારે એમના ચહેરા પર જે સંતોષ જોવા મળ્યો એનાથી અમને પણ ખુશી થઈ હતી.  તેમણે હેમિલ્ટન અને વોટરલુમા પણ ઘરવપરાશની ચીજો પહોંચાડી હતી. સ્ટાર મેટ્રોલેન્ડ મીડીયાએ ૪પ વર્ષીય ઝાકિર પટેલને સામાજિક યોગદાન બદલ અર્બન હીરો એવોર્ડથી નવાજ્યા હતા. ઝાકિર પટેલ નાના રીયલ એસ્ટેટ એજન્ટ છે અને શાળાના ટ્રસ્ટી પણ છે.