અમેરિકા- ખાડી ક્ષેત્રઅમેરિકા- ખાડી ક્ષેત્રમાં ઉભા થયેલા તણાવથી ચિંતિત ઈરાને ભારત સમક્ષ કરી ખાસ અપીલમાં ઉભા થયેલા તણાવથી ચિંતિત ઈરાને ભારત સમક્ષ કરી ખાસ અપીલ

January 15, 2020

નવી દિલ્હી :    અમેરિકા અને ઈરાન સામસામે છે. બંને દેશો વચ્ચેનો તણાવ તેવી ચરમશીમાએ છે ત્યારે ઈરાનની ભારતની મોટી આશા છે. ઈરાને ફરી એકવાર આશા વ્યક્ત કરી છે કે, ખાડી દેશોમાં ઉભો થયેલા તણાવને ઘટાડવામાં ભારત મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.

ઈરાનના મેજન જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતાર્યા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેના ભયંકર તણાવ વચ્ચે ઈરાનનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી ઝવાદ જાફરીએ ભારતને ખાડી દેશોમાં તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા અદા કરવા અપીલ કરી છે. ભારત પણ આ મામ્લે ઈરાન, સંયુક્ત અરબ અમિરાત, ઓમાન અને કતર સહિતના ખાડીના મહત્વના દેશોના સંપર્કમાં છે.

ઈરાનના વિદેશ મંત્રી જવાદ જાફરી ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે અહીં કહ્યું હતું કે, ખાડી વિસ્તારમાં ઉભા થયેલા તણાવને ઓછો કરવામાં ભારત મહત્વની ભૂમિકા અદા કરી શકે છે કારણ કે તે એક મહત્વપૂર્ણ પક્ષ છે.

ઈરાનના વિદેશ મંત્રી જવાદ જાફરીએ આજે પોતાના રશિયન સમકક્ષ સર્ગેઈ વાલરોવ સાથ પણ મુલાકાત  કરી હતી અને બંને દેશના નેતાઓએ ખાડી ક્ષેત્રમાં ઉભા થયેલા તણાવ પર ચર્ચા કરી હતી. જરીફ અને સર્ગેઈ ભૂ-રાજનીતો પર થઈ રહેલા ભારતના વૈશ્વિક સમ્મેલમન ‘રાયસીના ડાયલોગ’,માં ભાગ લેવા ભારત આવ્યા હતાં. જ્યાં બંનેએ અમેરિકા અને ખાડી વિસ્તારમાં વધી રહેલા તણાવને લઈને ચર્ચા કરી હતી.