અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાયકલ પરથી પડ્યા - કહ્યુ, 'હુ ઠીક છુ'

June 19, 2022

વોશિંગ્ટન- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન ડેલાવેયર રાજ્યમાં સાયકલ ચલાવતી વખતે પડી ગયા. જોકે, આ ઘટનામાં તેમને કોઈ ઈજા પહોંચી નથી અને તેઓ સાજા છે. ઘટના બાદ તેમણે કહ્યુ, હુ ઠીક છુ. 18 જૂને જો બાઈડન ડેલાવેયર રાજ્યના રેહોબોથ બીચ પર વીકેન્ડ ટ્રિપ મનાવવા પોતાની પત્ની જિલ બાઈડન સાથે ગયા હતા. જ્યાં તેમણે સાયકલ રાઈડિંગનો આનંદ માણ્યો. તેમને જોવા માટે તેમના ઘણા સમર્થક પણ રેહોબોથ બીચના કેપ હેનલોપેન સ્ટેટ પાર્ક પહોંચ્યા હતા. જો બાઈડન સાઈકલ ચલાવતી વખતે જેવા રોકાયા તેમનો પગ પેડલમાં ફસાઈ ગયો અને તેઓ પડી ગયા. રાઈડિંગ દરમિયાન જો બાઈડને ટી શર્ટ, શોર્ટ્સ અને હેલમેટ પહેર્યા હતા.
જો બાઈડનના સાયકલ પરથી પડતા જ તેમની સુરક્ષામાં તૈનાત ગાર્ડ્સે તેમને ઘેરી લીધા અને તેમને ઉઠાવવામાં મદદ કરી. આ ઘટના બાદ જ્યારે જો બાઈડનને પુછવામાં આવ્યુ કે તેઓ કેવી રીતે પડી ગયા તો તેમણે કહ્યુ સાયકલના પેડલ પર તેમણે પગ મૂક્યો અને મારો પગ ફસાઈ ગયો હતો.