અમેરિકા- પતિનાં હિંસક સમર્થકોથી પત્ની મેલાનિયા ટ્રમ્પ બરાબર નારાજ થઈ

January 11, 2021

અમેરિકાની ફર્સ્ટ લેડી એટલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પે (Melania Trump)એ યુએસ કેપિટલમાં હિંસાને લઈ (Capitol Riot) પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. છ જાન્યુઆરીએ યુએસ કેપિટલ બિલ્ડીંગમાં અમેરિકી કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી. ત્યારે ટ્રમ્પના હિંસક સમર્થકોએ હુમલો કરી દીધો હતો. આ બેઠકમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની જીતની સત્તાવાર જાહેરાત થવાની હતી. ટ્રમ્પ સમર્થકોનાં હુમલાને કારણે અમેરિકી કોંગ્રેસમાં સાંસદોને સંતાઈ જવાનો વારો આવ્યો હતો. આ હિંસામાં એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા.


મેલાનિયાના નિવેદનને વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. આ નિવેદનને મેલાનિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર પણ ટ્વીટ કર્યું છે. મેલાનિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તમારા જેમ હું પણ ગત વર્ષથી જોવું છું તો અનુભવું છું કે અદ્રશ્ય દુશ્મન અને કોવિડ 19થી આપણો ખુબસૂરત દેશ પરેશાન રહ્યો છે. તમામ દેશવાસીઓએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આર્થિક મુશ્કેલીઓ આવી છે અને એકલતાની ખરાબ અસર પડી છે.


મેલાનિયાએ કહ્યું કે, અમેરિકાની પ્રથમ મહિલાની રીતે મેં અનુભવ્યું છે કે આપણા આ મહાન દેશનાં લોકોએ કેવી રીતે મુશ્કેલ સમયનો સામનો કર્યો છે અને તે પ્રેરણાદાયી છે. મેં પણ દરેક પ્રકારના અનુભવને જીવ્યો છે. લોકોની દુઃખભરી આપવીતિ સાંભળીને હું પણ પોતાને રડતાં રોકી શકી ન હતી. પણ હાલની ઘટના મારા માટે ખુબ જ પીડાદાયી રહી છે. એરફોર્સની એસલી બ્રેબિટ, બિન્યામિન ફિલિપ, કેવિન ગ્રીનસન, રોસેને બોયલેન્ડ, કેપિટલ પોલીસ ઓફિસર બ્રિયન સ્ટિકનિક અને હોવાર્ડ લીબેનગુડનું મૃત્યુ પરેશાન કરનારું છે. દુઃખભર્યા આ સમયમાં હું આ તમામ લોકોનાં પરિવારજનો માટે પ્રાથના કરું છું.